Surat News:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ: પોલીસે આરોપીને ઝડપી પાડી કર્યું રીકન્સ્ટ્રક્શન

Surat News:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્યાં ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 22 Oct 2026 08:33 PM (IST)Updated: Thu, 22 Oct 2026 08:33 PM (IST)
surat-news-8yearold-innocent-girl-sexually-assaulted-in-surats-sachin-gidc-area

Surat News:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્યાં ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. નરાધમ આરોપી બાળકીને અવાવરુ ઝાડીમાં ખેંચી ગયો હતો અને ત્યાં તેને તમાચા મારીને આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો છે અને આજે ઘટનાસ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકી તા.૨૧/૧૦/૨૦૨૬ સવારના સમયે ઘરની નજીક આવેલી ઝાડીમાં ગઈ હતી અને ત્યાંથી ઘરે પરત આવતી હતી ત્યારે આરોપીએ બાળકી પર દાનત બગાડી હતી. આરોપી બાળકીને જબરદસ્તી અવાવરુ ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યાં બાળકીને ગાલ પર તમાચા મારીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત બાળકીને આ વાત તારી મમ્મીને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી.

આ ચકચારી બનાવને લઈને સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ ગુનામાં આરોપીને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે આરોપી સર્વેસ રામલખન નિશાદ
આશરે ૩૫ વર્ષીય સર્વેસ રામલખન નિશાદને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ ઉતરપ્રદેશના ફતેહપુર જિલ્લાનો વતની છે. આજે સચિન જીઆઈડીસી પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્ટ્રકશન પંચનામું કર્યું હતું અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.