Surat News: અડાજણમાં વૃદ્ધ વેપારી સાથે લૂંટ ચલાવનાર 4 આરોપી ઝડપાયા, 3 સુરતથી એક યુપીથી પકડાયો

Surat News:સુરતના અડાજણ વિસ્તારમાં ડ્રેસ મટીરીયલની દુકાન ધરાવતા વૃદ્ધ વેપારી જયારે દુકાનેથી ઘરે જતા હતા ત્યારે બિલ્ડીંગમાં ઝપાઝપી કરી તેમની પાસેથી 3.75 લાખ રોકડા રૂપિયા તેમજ બેન ચેક બુક સહિતની બેગ ઝુંટવીને આરોપી ફરાર થઇ ગયો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 21 Oct 2026 06:25 PM (IST)Updated: Wed, 21 Oct 2026 06:25 PM (IST)
surat-news-4-accused-who-robbed-an-elderly-businessman-in-adajan-have-been-arrested

Surat News:સુરતના અડાજણ વિસ્તારમાં ડ્રેસ મટીરીયલની દુકાન ધરાવતા વૃદ્ધ વેપારી જયારે દુકાનેથી ઘરે જતા હતા ત્યારે બિલ્ડીંગમાં ઝપાઝપી કરી તેમની પાસેથી 3.75 લાખ રોકડા રૂપિયા તેમજ બેન ચેક બુક સહિતની બેગ ઝુંટવીને આરોપી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં પોલીસે 3 આરોપીઓને સુરતથી જયારે એક આરોપીને યુપી ખાતેથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં સારીઝ એન્ડ ડ્રેસ મટીરીયલની દુકાન ધરાવતા ૭૬ વર્ષીય વૃદ્ધ ગત ૧૩-૧૦-૨૦૨૬ના રોજ રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાની દુકાન બંધ કરીને ચલતા ચાલતા પોતાના ઘરે જતા હતા અને તેઓ બિલ્ડીંગમાં પહોચ્યા ત્યારે કોઈક અજાણ્યા ઇસમ દ્વારા ઝપાઝપી કરીને તેમની હાથમાં રહેલી કપડાની થેલી ઝુંટવી લીધી હતી અને બાદમાં ઝપાઝપી કરી વૃદ્ધને દાદર પર પાડીને ફરાર થઇ ગયો હતો. થેલીમાં રોકડા રૂપિયા ૩.૭૫ લાખ, બેંકની ચેકબુક તથા કલેક્શન બુક વિગેરે સમાન હતો. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

આ ઘટનામાં અડાજણ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસે અલગ અલગ જગ્યાના ૩૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા અને આરોપીઓની ઓળખ કરી ૩ આરોપીઓને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી જયારે મુખ્ય આરોપીને ઉતરપ્રદેશના ગોરખપુર ખાતેથી ઝડપી પાડ્યા છે .

પોલીસે મુખ્ય આરોપી કરણ ઉર્ફે કાળીયો દયાનંદ ભારતી [ઉ.૧૯], પન્નેલાલ વિંધ્યાચલ સહાની [ઉ.૪૧], રોહિત ઉર્ફે ગોલુ બ્રીજ મોહન વિશ્વકર્મા [ઉ,૨૪] અને સોનુ જીતુબંધન નિષાદ [ઉ.૩૬] ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૨ મોબાઈલ, એક બાઈક અને રોકડા રૂપિયા ૩.૨૦ લાખ મળી કુલ ૩.૭૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ૭૬ વર્ષીય વૃદ્ધ વેપારી સાથે લૂંટની ઘટના બની હતી, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અડાજણ પોલીસની વિવિધ ટીમો કામે લાગી હતી અને ૩૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, તપાસ દરમ્યાન આ સમગ્ર ઘટના ૪ આરોપીઓ દ્વારા મળીને અંજામ આપ્યો હોવાની હક્કિત સામે આવી હતી ત્યારબાદ અડાજણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ૩ આરોપીઓને સુરત ખાતેથી તથા મુખ્ય આરોપી કરણ ભારતીને યુપી ગોરખપુર ખાતેથી અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે. લૂંટમાં ગયેલી રકમ ૩ લાખ ૭૫ હજારમાંથી ૩.૬૭ લાખ રીકવર કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી કરણ ભારતી અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં ખાસ કરીને ઘરફોડના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે તેની સામે કુલ ૭ ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે

વધુમાં જણાવ્યું હતું કે ગોલુ અને સોનું નામના બે આરોપીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રેકી કરવામાં આવી હતી અને વૃદ્ધ વેપારી જે કાપડની દુકાન ધરાવે છે તે પોતાની દુકાનથી ઘર સુધી જતા તે આ બંન્ને આરોપીઓ દ્વારા કેટલાક દિવસોથી રેકી કરવામાં આવતી હતી અને આ બાબતની જાણ માહિતી કરણ સુધી આ લોકો દ્વારા શેર કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.