Surat: ડુમસના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, ઊંચા મોજામાં પાણીમાં ખેંચાયા; હજુ સુધી કોઈ ભાળ નહીં

સુરતના ડુમસ બીચ પર નહાવા ગયેલા બે યુવકો ઊંચા મોજામાં ખેંચાઈ જતાં ડૂબી ગયા. ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી તેમનો પત્તો લાગ્યો નથી, જેથી પરિવારજનો ચિંતિત છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Sep 2026 08:32 PM (IST)Updated: Sun, 27 Sep 2026 08:32 PM (IST)
surat-news-2-youths-swept-away-by-high-waves-at-dumas-beach-fire-brigade-launches-search

Dumas Beach Drowning Surat: સુરતમાં ડુમસના દરિયા કિનારે એક દુઃખદ દુર્ઘટના ઘટી છે. જેમાં દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડુબી ગયા છે. હાલ તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દરિયામાં શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી યુવકોની કોઈ ભાળ નથી મળી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉધના સ્થિત સંજયનગર ઝૂપડપટ્ટી પાસે રહેતા રિહાન કુરૈશી (18) અને ઈકબાલ શેખ (20) પોતાના એક મિત્ર સાથે ડુમસમાં ફરવા આવ્યા હતા.

આ દરમિયાન ડુમસ બીચ પર આવેલા ગણેશ મંદિરની પાછળના દરિયામાં રિહાન અને ઈકબાલ નહાવા માટે પડ્યા હતા. આ સમયે દરિયાના મોજા અને લહેરે યુવકોને ખેંચી લેતા બન્ને ડૂબી ગયા હતા.

બીજી તરફ આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં ફાયર વિભાગના જવાનોએ દરિયામાં બન્ને યુવકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ અંધારું થઈ ગયું હોવા છતાં બન્ને યુવકોની કોઈ ભાળ નથી મળી. જેના પગલે બન્ને યુવકોના પરિવારજનો ચિંતિત છે.