Surat News: રાજ્યમાં 5 દિવસ અગાઉ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના કલેકટરની પણ બદલી કરવામાં આવી હતી. જુનાગઢના મનપા કમિશ્નર તેજસ પરમાર સુરતના નવા કલેકટર બન્યા છે. ત્યારે આજે તેમણે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. તેજસ પરમાર અગાઉ સુરતમાં અભ્યાસ કરી ચૂક્યા છે અને તેઓ આ જ સુરત શહેરમાં કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
તેજસ પટેલની સુરત કલેક્ટર તરીકે નિયુક્તિ
રાજ્યમાં 5 દિવસ અગાઉ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના કલેકટર ડો. સૌરભ પારધીની બદલી કરીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને જુનાગઢના મનપા કમિશ્નર તેજસ દિલીપભાઈ પરમાર સુરતના નવા કલેકટર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે, ત્યારે આજે નવનિયુક્ત કલેકટર તેજસ પરમારએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કલેકટર તેજસ પરમાર મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની છે અને તેઓ વર્ષ 2016ની બેચના આઈએએસ અધિકારી છે.
યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
કલેકટર તેજસ પરમારએ જણાવ્યું હતું કે, સુરતની જે વણથંભી વિકાસની યાત્રા ચાલી રહી છે. તેના ટીમના સભ્ય તરીકે આજે હું જોડાવવા જઈ રહ્યો છું. તેનો મને આનંદ છે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ઝડપથી કામ થાય એવો મારો આશય રહેશે, હું કોઈ પણ વ્યક્તિ જેને મારી મદદની જરૂર રહેશે. તેને મદદ કરવા માટે નીતિ નિયમોમાં રહીને સદેવ તત્પર રહીશ. મને વિશ્વાસ છે કે, આગામી સમયમાં મારાથી શક્ય તમામ કોશિશ કરીશ કે આપણે સારું કામ કરી શકીએ.
નવનિયુક્ત કલેક્ટર સુરતમાંથી કર્યો અભ્યાસ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું સુરતમાં પહેલા અભ્યાસ કરી ચૂક્યો છું. મેં બીટેક મિકેનિકલ એન્જીનિયરીંગ SVNIT ખાતેથી વર્ષ 2008 થી વર્ષ 2012ની વચ્ચે પૂર્ણ કર્યું હતું, એવી રીતે જોવા જઈએ તો 14 વર્ષ પછી હું ફરીથી સુરત આવી રહ્યો છું, આ વખતે એક અધિકારી તરીકે આવી રહ્યો છું, એટલે આનંદ અને ઉત્સાહ પણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1990 પછી સુરતે જે પ્રકારે વિકાસની ગતી પકડી છે. તે કદાચ ભારતના કોઈ પણ શહેરે આટલા ઝડપથી વિકાસ નથી કરી રહ્યું, વર્ષ 2012માં જયારે હું સુરત આવ્યો ત્યારે લગભગ વેસુ વિસ્તાર ડેવલોપ થઇ રહ્યો હતો અને ફ્લાયઓવર પણ આટલા બધા ન હતા. હવે સ્વચ્છતા બાબતે સુરત શહેરે જે નામના મેળવી છે, તે પ્રશંસનીય છે.
