સુરત મનપાના નવા મેયર માયાબેન માવાણી બન્યા; ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની પસંદગી, જાણો

સુરત મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી: માયાબેન માવાણી નવા મેયર અને સુધાકર ચૌધરી ડેપ્યુટી મેયર તરીકે પસંદગી પામ્યા છે. રાજન પટેલ ફરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 28 May 2026 03:00 PM (IST)Updated: Thu, 28 May 2026 03:05 PM (IST)
surat-new-mayor-mayaben-mavani-deputy-mayor-announcement

Surat Mayor: સુરતના મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિ સહિતના પદાધિકારીઓ કોણ હશે તેનો અંત આવ્યો છે. આજે સુરત મહાનગર પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના નવા મેયર તરીકે માયા માવાણીને પસંદગી કરવામાં આવી છે. આથી પાટીદારોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

સુરતના નવા મેયરની પસંદગી કરાઈ

ભાજપ મોવડીમંડળ દ્વારા સુરતના નવા સુકાનીઓના નામો પર આખરી મહોર મારી દેવામાં આવી છે. સુરત મનપાના સર્વોચ્ચ એવા મેયર પદની કમાન માયાબેન માવાણીને સોંપવામાં આવી છે. નવા પદાધિકારીઓની યાદીમાં મેયર ઉપરાંત અન્ય મહત્વના હોદ્દાઓ પણ જાહેર કરાયા છે.

naidunia_image

સુધાકર ચૌધરીની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરાઈ

ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલની વરણી કરવામાં આવી છે. મનપાના દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીની પસંદગી કરાઈ છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાના નામ પર મહોર મારવામાં આવી છે.

naidunia_image

દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીની વરણી કરવામાં આવી

રાજન પટેલ ફરીવાર સ્ટે. કમિટીના ચેરમેન બન્યા

દિગ્ગજ નેતાઓની આંતરિક લડાઈ પણ સ્પષ્ટ જોવા મળી. જેમાં ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી માટે ખૂબ લાંબી લડાઈ ચાલી હતી. રાજન પટેલને ફરી એક વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવ્યા છે. છેલ્લા અઢી વર્ષમાં તેમણે જે કામગીરી કરી છે. તેમાં કોઈ ખાસ મોટા વિવાદમાં રહ્યા નથી.તેઓ સી.આર પાટીલની સૌથી નજીક મનાય છે. જ્યારે અલ્પા મહેતાને શાસક પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવતા સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

naidunia_image

રાજનભાઈ પટેલને ફરીવાર સ્ટેન્ડિંગ ચેરમેન બનાવાયા

ડે.મેયર તરીકે સુધાકર ચૌધરી

અલ્પા મહેતા ને શાસક પક્ષના નેતા તરીકે પસંદગી કરીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દેવાયા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થતી હતી કે, અલ્પા મહેતાનું નામ પૂર્ણેશ મોદી દ્વારા આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે શાસક પક્ષના નેતા તરીકે પરપ્રાંતિય નેતાને મૂકવામાં આવે છે. જ્યારે સુધાકર ચૌધરી મરાઠી મૂળના છે. તેમને ડેપ્યુટી મેયર પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે તેઓ સી.આર પાટીલની નજીક માનવામાં આવે છે. ભાજપે દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની પસંદગી કરીને પરપ્રાંતિયોને પણ સાચવી લીધા છે.

naidunia_image

અલ્પા મહેતાને શાસક પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

નવનિયુક્ત મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના લોકોની પ્રાથમિક જે પણ જરૂરિયાત છે અને જે પણ પશ્નો છે, તે હું હંમેશા કટિબદ્ધ રીતે ઉકેલીશ, તેમણે વધુમાં જણાવ્યું વોર્ડ નંબર 30ના તમામ કોર્પોરેટરો સાથે રહીને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ.