સુરત અને નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો: વરસાદી ઝાપટા પડ્યા, ગરમીથી લોકોને આંશિક રાહત

સુરત અને નવસારી જિલ્લામાં અચાનક વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આ વરસાદથી લોકોને આંશિક રાહત મળી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 31 May 2026 11:40 AM (IST)Updated: Sun, 31 May 2026 11:40 AM (IST)
surat-navsari-unseasonal-rain-relief-from-heat

Surat Rain Update: સુરત અને નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બંને જિલ્લામાં સવારથી જ વરસાદી ઝાપટા પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારે સુરત જિલ્લાના વાંકલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પારો ઉચો જતો લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા.

naidunia_image

સુરતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે, આજે સુરતના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો હતો. હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે સુરત શહેરનાના અલગ-અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, શહેરના લિંબાયત, ભેસ્તાન, પાંડેસરા, ઉધના અને પર્વતપાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. લાંબા સમયથી બફારાથી કંટાળેલા લોકોએ ઘરની બહાર આવીને આ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.

naidunia_image

નવસારીમાં પવન સાથે વરસાદી માહોલ

આજે સવારે નવસારીના ચીખલી, થાલા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે થયેલા આ હળવા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક લોકો અસહ્ય ગરમી અને ભારે બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. ત્યારે અચાનક ખાબકેલા આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ હળવા વરસાદને ચાલુ વર્ષે ચોમાસાના વહેલા આગમનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

naidunia_image