સુરતમાં મેઘરાજાનું પુનરાગમન: ગરમી અને બફારાથી મળી રાહત, ખેડૂતોમાં ખુશી

લાંબા વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો છે, જેનાથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 02 Sep 2026 03:22 PM (IST)Updated: Wed, 02 Sep 2026 03:22 PM (IST)
surat-monsoon-returns-relief-from-heat-humidity

Surat Rain: લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જેને લઈને લોકોને ગરમી અને બફરાથી રાહત મળી છે.

સુરતમાં મેઘમહેર થતાં ગરમીમાંથી રાહત

ચોમાસાની શરુઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી અને સારો વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જેના કારણે લોકો ઉકળાટ અને અસહ્ય ગરમી અનુભવી રહ્યા હતા. દરમ્યાન આજે વતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. આજે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

વાતાવરણમાં પલટ આવતાં ઠંડક પ્રસરી

વરસાદે વિરામ લેતા ગરમી અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા દરમ્યાન આજે એકાએક વાતાવરણમાં પલટો થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારો તેમજ જિલ્લામાં માંગરોળ, અરેઠ અને માંડવી તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમય પછી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.