Surat News: હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં વરાછા સ્થિત ઉમિયાધામ મંદિરમાં પરંપરાગત અને ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં પ્રાચીન અને પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિમાં લીન થઈને મહિલાઓ માથે ગરબા મૂકીને પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે તેમજ આઠમના પવિત્ર દિવસે હજારો ભક્તો હાથમાં દીવડા લઈને દિવ્ય મહાઆરતીમાં જોડાય છે.
સુરતના વરાછા સ્થિત ઉમિયા ધામ મંદિરમાં છેલ્લા 36 વર્ષથી પરંપરાગત અને ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં અદ્યતન ડીજે કે પશ્ચિમી સંસ્કૃતિના બદલે માત્ર પ્રાચીન અને પરંપરાગત ગરબાનું આયોજન થાય છે. જે આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે. નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિમાં લીન થઈને મહિલાઓ માથે ગરબા મૂકીને પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. ખાસ કરીને આઠમના પવિત્ર દિવસે હજારો ભક્તો હાથમાં દીવડા લઈને દિવ્ય મહાઆરતીમાં જોડાય છે, જેનાથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ છવાઈ જાય છે. સુરતી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતો આ મહોત્સવ ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યો છે.
મહામંત્રી રાજુભાઈ પટેલએ જણાવ્યું હતું કે દુર્ગાષ્ટમી અમારા માટે મહામુલ્ય અનરો અને અવિસ્મરણીય દિવસ હોય છે, સવારથી જ હજારો ભાવિક ભક્તોની ભીડ હોય છે, 9 વાગ્યાથી નવચંડી મહાયજ્ઞનું આયોજન થાય છે, રક્ષા સૂત્ર પણ બાંધવામાં આવે છે અને લગભગ 40 કરતા વધારે દીવડાઓ એક મિનીટની અંદર દરેક ભક્તજનના હાથમાં હોય છે અને મહા આરતી સ્વરૂપે અવિસ્મરણીય દ્રશ્ય ઉભું થાય છે, તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ માનતાના ગરબાની સાથે 270 કરતા વધારે મહિલાઓ માથે ગરબો લઈને ઘૂમે છે, મહા આરતીના દિવસે 600 કરતા વધારે બહેનો માથે ગરબો લઈને મશાલની સાથે જોડાઈ છે.
