સુરત: 15 વર્ષની કિશોરી સાથે 34 વર્ષના યુવકે કર્યા લગ્ન, નાસિકમાં ડિલિવરી વખતે ભાંડો ફૂટ્યો, આરોપીની ધરપકડ કરાઈ

સુરતમાં 15 વર્ષની કિશોરી સાથે 34 વર્ષના વિનોદ પવારે લગ્ન કર્યા હોવાનો ભાંડો નાસિક હોસ્પિટલમાં ડિલિવરી વખતે ફૂટ્યો. પોલીસે બાળ વિવાહ અને POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 02 Oct 2026 12:08 PM (IST)Updated: Fri, 02 Oct 2026 12:08 PM (IST)
surat-minor-girl-child-marriage-34-year-man-arrested-limbayat-police-nasik

Surat News: સુરત શહેરમાંથી એક 15 વર્ષીય સગીરા સાથે 34 વર્ષના યુવકે લગ્ન કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરા પોતાની ડિલિવરી માટે નાસિકની હોસ્પિટલમાં ગઈ હતી. જ્યાં તે 'સગીર' વયની હોવાનું સામે આવતાં નાસિક પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. યુવક સુરતના લીંબાયત વિસ્તારનો હોવાથી નાસિક પોલીસે લીંબાયત પોલીસ મથકમાં કેસ ટ્રાન્સફર કર્યો ગતો. જેના આધારે લીંબાયત પોલીસે આરોપીની અટકાયત કરી હતી.

યુવકે બાળલગ્ન કર્યાનો મામલો

મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રના નાસિકની એક 15 વર્ષીય સગીરાના લગ્ન સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ સગીરા ગર્ભવતી થઈ હતી. બાળકની ડિલિવરી માટે તે પોતાના પિયર નાસિક ખાતે ગઈ હતી. હોસ્પિટલમાં તેણે બાળકીને જન્મ આપીને માતા બની હતી. પરંતુ હોસ્પિટલમાં આપેલા પુરાવામાં તે 'સગીર' વયની હોવાનું બહાર આવ્યું હતું.

નાસિક પોલીસે કેસ ટ્રાન્સફર કર્યો

સગીરાના આધારકાર્ડ પ્રમાણે, બાળકીને જન્મ આપનાર માતા સગીર હતી. ડિલિવરી સમયે તેની ઉમર 17 વર્ષની હતી. જ્યારે યુવક સાથે લગ્ન વખતે 15 વર્ષની હોવાનું દસ્તાવેજી પુરાવા પ્રમાણે હોવાથી હોસ્પિટલ પ્રશાસને નાસિકની આંબડ પોલીસને જાણ કરી હતી. ત્યારે આંબડ પોલીસે સમગ્ર મામલે બાળ વિવાહ અને પોક્સો સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ આ કેસ લીંબાયત પોલીસ મથકે ટ્રાન્સફર કર્યો હતો.

યુવકની લીંબાયત પોલીસે ધરપકડ કરી

આ મામલે લીંબાયત પોલીસે સગીરાના લગ્ન જે યુવક થયા હતા. તે આરોપી વિનોદ પવાર (ઉ.34) ની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં યુવકે બે વર્ષ પહેલા સામાજિક રીતે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. આ મામલે લીંબાયત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.