સુરતની 'ક્રિષ્ના સિલ્ક મિલ'માં બોઈલર બ્લાસ્ટ બાદ આગ ભડકતા અફરાતફરી, ગંભીર રીતે દાઝેલા 4 શ્રમિકો સારવાર માટે ખસેડાયા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઈલર ફાટતા ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Oct 2026 11:19 PM (IST)Updated: Tue, 13 Oct 2026 11:19 PM (IST)
surat-mill-fire-4-workers-critically-injured-in-boiler-blast-at-krishna-silk-mill

Surat: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ ઉધના વિસ્તારની મિલમાંથી સામે આવ્યો છે. જેમાં બોઈલર ફાટતા 4 શ્રમિકો દાઝી જતાં તેમને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉધના રોડ પર આવેલ 'ક્રિષ્ના સિલ્ક મિલ' નામના યુનિટ પર આજે અચાનક ધડાકાભેર બોઈલર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ.

આ ઘટનાના પગલે મિલમાં કામ કરી રહેલા કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે 4 જેટલા શ્રમિકો આગની ઝપેટમાં આવી જતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં દાઝેલા શ્રમિકોની ઓળખ વિકાસ કદમ (34), સૂરત (21), દિપક પાટીલ (36) અને કરણ (34) તરીકે થઈ છે. આ તમામ શ્રમિકો શરીરે 55 ટકા જેટલા દાઝ્યા છે, જેથી તે ગંભીર ગણી શકાય.