Surat: સુરતમાં સરથાણા વિસ્તારમાંથી મારુતિ સુઝુકી, હ્ન્યુડાઈ સહીત જાણીતી કંપનીની ફોરવ્હીલ ગાડીના ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સનું ગોડાઉન પોલીસે ઝડપી પાડ્યું છે, પોલીસે કુલ 18.77 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં હવે ફોરવ્હીલ ગાડીના ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સનું ગોડાઉન ઝડપાયું છે. સરથાણા અને ઝોન 1 એલસીબી પોલીસની ટીમે સરથાણા સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશનની સામે સ્વાગત સોસાયટીમાં મધર ઓટો એજન્સીમાં રેડ કરી હતી જ્યાંથી ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સ મળી આવ્યા હતા. પોલીસે કુલ 18,27,609 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ ઘટનામાં પોલીસે સાગર શીવાભાઈ નાકરાણી, ગૌતમભાઈ ભરતભાઈ ખુંટ અને અનીલ છગનભાઈ વઘાસીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં દિલ્હીથી સ્પેર પાર્ટ્સ મંગાવીને વેચાણ કરવામાં આવતું હતું અને છેલ્લા ૮ વર્ષથી આ વેપલો ચાલતો હતો.
ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વાગત સોસાયટી પાસે મધર ઓટો એજન્સી આવેલી છે, પોલીસને બાતમી મળી હતી કે ત્યાં જાણીતી કંપની મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, વોક્સ વોગન, ટાટા, ટોયોટા, વોક્સ વેગન, ફોર્ડના નામે ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સને દિલ્હીથી મંગાવીને સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે. આ ડુપ્લિકેટ પાર્ટ્સનો વેપાર છેલ્લા 8 વર્ષથી અહી ચાલતો હતો.
અહિયાં પોલીસે રેડ કરી હતી અને 18,27,609 રૂપિયાનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં જાણવા જોગ દાખલ કરી છે અને કંપનીઓના ઓથોરાઇઝ એજન્સીઓને મેઈલ કરવામાં આવ્યો છે અને જેની પાસે પાવર ઓફ એટર્ની જેની પાસે હોય તે અહિયાં આવે અને કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરીશું
