Surat Fire News: સુરત શહેરના કામરેજ વિસ્તારમાં એક ઘરમાં ગેસ લીકેજ બાદ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલા દાઝી ગયા હતા, જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ આગના કારણે ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ ટોલનાકા પાસે આવેલી માન સરોવર રેસીડેન્સીના ત્રીજા માળે એક ફ્લેટમાં ગેસ લીકેજ બાદ આગ લાગી હતી. આગ લાગતા ત્યાં રહેતા એક વૃદ્ધ મહિલા દાઝી ગયા હતા. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આગના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો
ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે ગેસ સિલિન્ડર આગનો ગોળો બનેલો હતો. ફાયર જવાનોએ ગેસ સિલિન્ડરની નજીક જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.
