Surat: ભાજપના મહિલા નેતાની પુત્રવધુએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આંતરવસ્ત્રોમાંથી સુસાઈડ નોટ મળી

સુરતના કડોદરામાં ભાજપના મહિલા નેતાની પુત્રવધુ નિધિ કુમારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પીએમ દરમિયાન આંતરવસ્ત્રોમાંથી સુસાઈડ નોટ મળી આવી, જેમાં પતિના અનૈતિક સંબંધોનો ખુલાસો થયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 26 Aug 2026 12:54 PM (IST)Updated: Wed, 26 Aug 2026 12:54 PM (IST)
surat-kadodara-bjp-leader-daughter-in-law-suicide-case-note-found

Surat Suicide News: સુરતમાં આપઘાતની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા વિસ્તારમાં ભાજપના મહિલા નેતાની પુત્રવધુએ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું તેમજ તેના આંતરવસ્ત્રોમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મહિલાએ તેના પતિના અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ભાજપ મહિલા નેતાની પુત્રવધુએ આપઘાત કર્યો

મળતી માહિતી મુજબ, સુરતના કડોદરા નગરમાં શ્રીનિવાસ ગ્રીન સીટી સોસાયટીમાં રહેતા અને કડોદરા નગર ભાજપ ઉપપ્રમુખ શશીસિંગ સંજયસિંગ રાજપૂતની પુત્રવધુ નિધિ કુમારી (ઉ.24) એ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નિધિ કુમારીના લગ્ન બે વર્ષ પહેલા ભાજપ મહિલા નેતાના પુત્ર સૌરભ સાથે થયા હતા. દરમ્યાન ગતરોજ પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

નિધિકુમારીએ સ્યુસાઇડ નોટ આંતરવસ્ત્રોમાં છુપાવી

નિધિ કુમારીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોએ નિધિ કુમારીના આંતરવસ્ત્રોમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં મૃતક નિધિ કુમારીએ પતિના અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો, નિધિ કુમારીને ડર હતો કે, સુસાઈડ નોટ ઘરમાં ક્યાંય મુકશે તો સાસરિયાઓ પુરાવા ગાયબ કરી દેશે. જેથી તેણે આ સુસાઈડ નોટ પોતાના આંતરવસ્ત્રોમાં મૂકી દીધી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

જયારે ડોકટરોને પીએમ દરમ્યાન આ સુસાઈડ નોટ મળી અને પોલીસને આપી. ત્યારે આ ઘટના પરથી પડદો ઉચકાયો હતો હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. પોલીસે મૃતકના પિયર પક્ષના લોકોની ફરિયાદ લઈને દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.