સુરતમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ: દૂધના માવાના નમૂના લેવાયા

સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તહેવારો, ખાસ કરીને ચંદી પડવા, પહેલા દૂધના માવાના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ કરી રહ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલાયા છે અને ક્ષતિ જણાશે તો કાર્યવાહી થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 22 Oct 2026 12:55 PM (IST)Updated: Thu, 22 Oct 2026 12:55 PM (IST)
surat-health-dept-cracks-down-on-mawa-ahead-of-festivals

Surat News: આગામી તહેવારોની મોસમ અને વિશેષ કરીને 'ચંદી પડવા'ના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારો દરમિયાન સુરત શહેરમાં ઘારી અને માવાની બનાવટોની ભારે માંગ રહેતી હોવાથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. આજે આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરોએ દુધના માવાના વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને દૂધના માવાના નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી

દૂધ માવાના વિક્રેતાઓ સામે સઘન ચેકિંગ

આગામી સમયમાં ચંદી પડવો, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. ચંદી પડવા પર ઘારીનું સુરત શહેરમાં વધારે વેચાણ થાય છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, આરોગ્ય વિભાગ દ્વારા 8 થી 10 ટીમો બનાવીને દરેક ઝોનમાં દૂધના માવાના વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દુધના માવાના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલવામાં આવશે. જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ સામે આવશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ક્ષતિગ્રસ્ત રિપોર્ટ સામે કાર્યવાહી કરાશે

ફૂડ સેફટી ઓફિસર કામાક્ષીબેન સેલરે જણાવ્યું હતું કે, આજે દુધના માવાનું વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, આ તમામ સંસ્થાઓમાંથી દુધના માવાના નમૂના લેવામાં આવી રહ્યા છે. આ નમૂનાને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલવામાં આવશે. જેના રીપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જ્યાં જ્યાં દૂધના માવાનું વેચાણ થાય છે, ત્યાં તપાસ કરવામાં આવી રહી છે.