સુરતના મોટા વરાછામાં પાર્કિંગમાં શોર્ટ સર્કીટથી આગ, 3 બાઈક અને 3 કાર આગની ઝપેટમાં આવી

આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બિલ્ડિંગમાંથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા નીકળતા જોઈ ફ્લેટમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 21 Oct 2026 02:50 PM (IST)Updated: Wed, 21 Oct 2026 02:50 PM (IST)
surat-fire-news-three-cars-and-three-bikes-caught-fire-in-mota-varachha

Surat News: સુરતના મોટા વરાછા વિસ્તારમાં બિલ્ડીંગના પાર્કિંગમાં મિટર પેટીમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હતી દરમ્યાન ત્યાં પાર્ક રહેલી 3 બાઈક અને 3 કાર આગની ઝપેટમાં આવી ગઇ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરતના મોટા વરાછા ગોલ્ડન સીટી રેસીડેન્સીના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મીટર પેટીમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હતી. આગ લાગતા જ ત્યાં પાર્ક રહેલા ૩ બાઈક અને ૩ ફોરવ્હીલ આગની ઝપેટમાં આવી ગયા હતા, આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બિલ્ડિંગમાંથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા નીકળતા જોઈ ફ્લેટમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

સ્થાનિકોએ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. આગના કારણે 3 બાઈક અને 3 ફોરવ્હીલ બળી જતા નુકશાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ મીટર પેટીમાં થયેલું શોર્ટ સર્કિટ જણાઈ રહ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.