Surat News:સલાબતપુરાની આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં ત્રીજા માળે આગ ભભૂકી, ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે

સુરતના સલાબતપુરા સ્થિત આદિનાથ ટેક્સટાઈલમાં ત્રીજા માળે આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 19 Oct 2026 02:31 PM (IST)Updated: Mon, 19 Oct 2026 02:31 PM (IST)
surat-news-fire-breaks-out-on-third-floor-of-adinath-textile-market

Surat News: સુરતના કાપડ બજારમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલી મોટી બેગમવાડી અને માનદરવાજા સામેની ગલીમાં આવેલી આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં ત્રીજા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી છે, ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મળતી માહિતી મુજબ, સુરતના સલાબતપુરા સ્થિત આદિનાથ ટેક્સટાઈલમાં ત્રીજા માળે આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે. માર્કેટના ત્રીજા માળે આવેલી દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આગના કારણે ત્યાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આગની માહિતી મળતા જ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી CFO સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસરો સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી તાબડતોબ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આગ લાગવાનું કારણ હાલ સામે આવ્યું નથી, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.