Surat: સચિનમાં A To Z હોસ્પિટલના ટોપ ફ્લોરના રૂમમાં આગ લાગતા અફરાતફરી, ફાયર બ્રિગેડે ભારે જહેમતે કાબુ મેળવ્યો

સચિન વિસ્તારમાં આવેલી A To Z હોસ્પિટલના ટોપ ફ્લોર પર આવેલા મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લીધો છે. આ ઘટનામાં કોઈ જાનમાલની હાનિના કોઈ અહેવાલ નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 03 Oct 2026 07:35 PM (IST)Updated: Sat, 03 Oct 2026 07:35 PM (IST)
surat-fire-news-massive-fire-breaks-out-at-a-to-z-hospital-top-floor-in-sachin


Surat: શહેરના અત્યંત ગીચ એવા સચિન-તલંગપુર રોડ પર આવેલી હોસ્પિટલના ટોપ ફ્લોર પર આવેલ રેસિડન્ટ રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.


આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સચિન-તલંગપુર સ્ટેશન રોડ પર આવેલી A To Z હોસ્પિટલના છઠ્ઠા માળે આવેલી રેસિડેન્ટ રૂમમાં અચાનક આગ લાગી હતી. ACના આઉટડોરમાં શોર્ટ સર્કીટ થયા બાદ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સગા-સબંધી, સ્ટાફ અને સ્થાનિક રહીશોમાં અફરા તફરી મચી જવા પામી હતી.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા 3 દર્દીઓને સમયસર બહાર કાઢી દેવામાં આવ્યા હતા. જ્યારે આગ લાગેલા રૂમમાંથી બે મહિલા અને એક બાળક પહેલા જ બહાર નીકળી ગયા હતા. જેના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગના કારણે ઘરવખરી અને ફર્નિચર બળીને રાખ થઈ ગયું છે.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચેક ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. જેમણે પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. જે બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.