સુરતના ડુમસમાં ફ્લેટમાંથી કૂટણખાનું ઝડપાયું, મહિલા પાસેથી રોકડ મળી; 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા

સુરતના ડુમસ રોડ પર આવેલા રાજહંસ બેલીઝાના ફ્લેટમાંથી ચાલતું કૂટણખાનું ઝડપાયું. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ પાડી મહિલા પાસેથી ₹1.18 લાખની રોકડ જપ્ત કરી, મુખ્ય આરોપી બ્રિજેશ યાદવ સહિત 2 વોન્ટેડ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 13 Sep 2026 02:15 PM (IST)Updated: Sun, 13 Sep 2026 02:15 PM (IST)
surat-dumas-rajhans-belliza-flat-sex-racket-busted-anti-human-trafficking-unit

Surat Crime News: સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ચાલતા કૂટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે. ડમી ગ્રાહક મોકલ્યા બાદ ખરાઈ કરીને રેડ કરવામાં આવી હતી. પોલીસ રેડ દરમિયાન એક મહિલા મળી આવી હતી. જેની પાસેથી 1.80 લાખની રોકડ રકમ મળી હતી. આ ઘટનામાં પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

મળતી માહિતી મુજબ, ડુમસ એરપોર્ટ રોડ પર આવેલા રાજહંસ બેલીઝાના એક ફ્લેટમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળી હતી. બિલ્ડીંગમાં ક્રિષ્ણા ઉર્ફે બ્રિજેશ યાદવ નામના શખ્સે ફ્લેટ ભાડે રાખ્યો હતો. તે મૂળ રાજસ્થાનની એક મહિલાને ફ્લેટમાં રાખીને તેની પાસે દેહવ્યાપાર કરાવતો હતો. તેમજ તેનો સાગરિત ગ્રાહકો પાસેથી નાણા મેળવી શરીર સુખ માણવાની સવલત પૂરી પાડતો હતો.

પોલીસ રેડમાં એક મહિલા મળી આવી

બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કર્યા બાદ રેડ કરી હતી પોલીસે રેડ કરતા ત્યાંથી મહિલા મળી આવી હતી. આ મહિલા ગત 1-9-2026થી સુરત આવી હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી 1.18 લાખના રોકડા મળ્યા હતા. મહિલાની પૂછપરછમાં દેહવ્યાપારથી આ રકમ મળી હોવાની કબુલાત કરી હતી.

આરોપી અને તેના સાગરિતને વોન્ટેડ જાહેર કરાયો

ગ્રાહકો પાસેથી શરીર સુખ માણવાના 8 થી 10 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી 4 હજાર રૂપિયા મહિલાને ચૂકવવામાં આવતા હતા. આ મામલે પોલીસે ક્રિષ્ણા ઉર્ફે બ્રિજેશ યાદવ અને તેના સાગરિત ચંપકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.