Surat Crime News: સુરતમાં લાલો ફિલ્મ જેવો સીન સર્જાયો; ચોરી કરવા પહોચેલા બે ઈસમો ત્રીજા માળે ફસાયા, ફાયરે રેસ્ક્યુ કર્યું

સુરતના બમરોલી રોડ વિસ્તારમાં આવેલા કોમલ સર્કલ પાસે ચોર ત્રાટક્યા હતા. બંધ ખાતામાં રાત્રીના સમયે બે ઇસમો ચોરી કરવા પહોંચ્યા હતા. લોકો જોઇ જતાં ભયના માર્યા નીચે ઉતર્યા નહીં અને ફસાઇ ગયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 28 Sep 2026 11:55 AM (IST)Updated: Mon, 28 Sep 2026 11:55 AM (IST)
surat-crime-news-two-men-reach-3rd-floor-for-theft-get-trapped-and-rescued-by-fire-brigade

Surat Crime News: સુરતમાં લાલો ફિલ્મમાં ચોરી કરવા ગયા બાદ ઘરમાં કેદ થઇ ગયાનો કિસ્સો વર્ણવવામાં આવ્યો હતો. એવીજ એક ઘટના સુરત શહેરમાં બનવા પામી છે. બે ઈસમો ખાતામાં ચોરી કરવા પ્રવેશ્યા હતા. જોકે લોકોએ તેમને જોઇ લીધા હતા. લોકોના ભયથી તેઓ ત્રીજા માળે જ બારી પાસે ફસાઈ ગયા હતા. ચોરી કરવા આવેલા ઇસમો ફસાઇ ગયા હોવાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી. બારીના સળિયા તોડી બન્નેને બહાર કાઢ્યા હતા અને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના બમરોલી રોડ વિસ્તારમાં આવેલા કોમલ સર્કલ પાસે ચોર ત્રાટક્યા હતા. બંધ ખાતામાં રાત્રીના સમયે બે ઇસમો ચોરી કરવા પહોંચ્યા હતા. જોકે બંધ કારખાનામાં આ ઇસમો ચોરી કરવા જાય એ પહેલા સ્થાનિક લોકોએ તેમને જોઇ લીધા હતા. લોકોના ભયથી તેઓ નીચે ઉતર્યા ન હતા અને ત્રીજા માળે બારી પાસેજ ફસાઇ ગયા હતા. બંધ કારખાનામાં ચોર ઘૂસ્યા અને ફસાયા હોવા અંગે સ્થાનિકો દ્વારા પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે કારખાનામાં જઇને બારીઓ ખોલી હતી અને સળિયા તોડીને અંદર ફસાયેલા બન્ને ઇસમોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બન્નેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા બાદ પોલીસ તેમની અટકાયત કરીન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છેકે, એક 17 વર્ષનો સગીર છે અને બીજાની ઉમર 18 વર્ષની છે. તેમણે અગાઉ પણ ક્યારેય ચોરી કરી છેકે સહિતના મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.