સુરતમાં 2 વર્ષ જૂના કુદરતી મોતના કેસમાં નવો વળાંકઃ સગીરા પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાની ધરપકડ, DNA રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો

બે વર્ષ બાદ ફાઈનલ 'કોઝ ઓફ ડેથ' સર્ટિફઇકેટ સોંપવામાં આવ્યું અને રિપોર્ટમાં બાળકીનું મોત ફેક્સાની બીમારીના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું પરંતુ સાથે સાથે બાળકીના શરીર પર સામાન્ય ઈજાના નિશાન અને બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Sep 2026 11:41 PM (IST)Updated: Wed, 09 Sep 2026 11:41 PM (IST)
surat-crime-news-dna-report-reveals-stepfather-raped-minor-before-death-2-years-ago

Surat: સુરતમાં અઠવા લાઈન્સ વિસ્તારમાં વર્ષ 2024માં 13 વર્ષીય સગીરાનું મોત થયું હતું. 2 વર્ષ બાદ આવેલા રિપોર્ટમાં સગીરાનું મોત ફેફસાંની બીમારીના કારણે તેમજ મોત પહેલા તેની પર દુષ્કર્મ થયું હોવાનું પણ બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી અન્ય કોઈ નહી પરંતુ સગીરાનો સાવકો પિતા જ નીકળ્યો હતો


8 જૂન 2024ના રોજ 13 વર્ષીય સગીરાના ભાઈએ પોલીસમાં જાણ કરી હતી કે, તેની બહેન ઘરે હાજર હતી ત્યારે અચાનક તેને ઉલટી થવા લાગી હતી અને મોઢાના ભાગેથી ફીણ નીકળવા લાગ્યા હતા. જેથી સબંધીઓએ 108ને બોલાવતા તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી. આ મામલે અઠવા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં બાળકીનું સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવવામાં આવ્યું હતું, જેમાં બાળકીનું મોતનું કારણ જાણવા માટે વિસેરા અને અન્ય નમૂનાઓ લઈ FSLમાં મોકલી દેવાયા હતા.

બે વર્ષ બાદ ફાઈનલ 'કોઝ ઓફ ડેથ' સર્ટિફઇકેટ સોંપવામાં આવ્યું અને રિપોર્ટમાં બાળકીનું મોત ફેક્સાની બીમારીના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું પરંતુ સાથે સાથે બાળકીના શરીર પર સામાન્ય ઈજાના નિશાન અને બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

બાળકીના મોત સમયે અકસ્માત મોતની જાહેરાત આપનાર તેનો ભાઈ નેપાળ જતો રહ્યો હતો અને તેનો કોઈ સંપર્ક થઇ શક્યો ન હતો. જે બાદ પોલીસે બાળકી જે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યાંથી વર્ષ 2024થી તેના મૃત્યુ સુધી તેના પરિવારે જેટલી જેટલી જગ્યાએ રહેણાંક બદલ્યા તે જગ્યાઓ તેમજ સગીરાએ ચૌટા બજારની જે-જે દુકાનોમાં નોકરી કરી તે તમામ જગ્યાની વિઝીટ કરી હતી અને અલગ અલગ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા

પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, સગીરાનો 45 વર્ષનો સાવકો પિતા મારઝૂડ કરતો અને તેના માતા-પિતા વ્યસની વ્યક્તિ છે અને તેના ઘરે અવાર નવાર ઝઘડાઓ ચાલતા હતા. પોલીસે તેના પિતાના DNA સેમ્પલ લઈને FSLમાં મોકલ્યા હતા . FSL તપાસમાં બાળકીના ગુપ્ત ભાગમાંથી મળેલા નમૂના સાથે સાવકા પિતાનું DNA સંપૂર્ણ મેચ થઈ જતાં પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી લીધી હતી