Surat: જાણીતા સેલિબ્રિટીઝના નામે વેપારી સાથે 1.41 કરોડની ઠગાઈ; વેપારીએ ફરિયાદ નોંધાવી

સુરતમાં આરોપીઓએ જાણીતા કલાકારો સાથે સંબંધો હોવાનો દાવો કરીને સુરતના વેપારી સાથે ઠગાઈ આચરી છે. પીડિત પાસેથી આરોપીઓએ 1 કરોડથી વધુની માતબર રકમ પડાવી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 25 Jun 2026 08:50 AM (IST)Updated: Thu, 25 Jun 2026 08:50 AM (IST)
surat-businessman-cheated-of-rs-1-41-crore-in-name-of-bollywood-celebrities

Surat News: સુરતમાં એક વેપારી સાથે રુ.1.41 કરોડની છેતરપિંડી આચરી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ જાણીતા કલાકારો સાથે સંબંધો હોવાનો દાવો કરીને સુરતના વેપારી સાથે ઠગાઈ આચરી છે. પીડિત પાસેથી આરોપીઓએ 1 કરોડથી વધુની માતબર રકમ પડાવી હતી. આ મામલે ફરિયાદીએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

સુરતના વેપારી સાથે છેતરપિંડીની ઘટના

ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સુરતમા મોટા વરાછામાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યવસાયી અભિષેક બોરડાએ વર્ષ 2024 માં સુરતમાં લાઈવ શોનું આયોજન કર્યું હતું. તેવામાં તેમનો સંપર્ક મુંબઈના અનંતકુમાર ગુપ્તા અને અનિંદા નેતાઈ સીલ સાથે થયો. આ બંને આરોપીઓએ બોલિવુડના સેલિબ્રિટી સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને ફરિયાદીને ફસાવી લીધા હતા.

જાણીતા કલાકારોના નામે 1.43 કરોડ પડાવ્યા

સુરતમાં પ્રખ્યાત ગાયકનો કોન્સર્ટ ગોઠવવાનો ભરોસો આપીને પહેલા ટોકન રુપે 11 લાખ મેળવ્યા હતા. ત્યાર બાદ શો થાય તેમ નથી. તેમ કહીને તેને બદલે કપિલ શર્મા અને નોરા ફતેહીનો શો કરાવશું. તેવો ભરોસો આપીને વેપારી પાસે 1.43 કરોડથી વધુની રકમ હડપી લીધી હતી. આથી વેપારીએ આરોપીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરી. તો આરોપીઓએ પૈસા આપવાની ના કરી દિધી હતી.

વેપારીએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

પૈસા પરત મળવાની આશા ન જણાતાં વેપારીએ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરી લીધું હતું.આ મામલે વેપારી અભિષેક બોરડાએ ઉત્રાણ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે. જે અંગે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.