સુરત: ભેસ્તાન વિસ્તારમાં ગણેશ મંડપની સામે સુતેલા યુવક પર કાર ચડી ગઈ, યુવકનો ચમત્કારિક બચાવ, VIDEO વાયરલ

સુરતના ભેસ્તાનમાં ગણેશ મંડપ સામે સૂતેલા યુવક પર અચાનક કાર ચડી ગઈ. યુવકનું 80 ટકા શરીર કાર નીચે આવી ગયું છતાં સ્થાનિકોએ સમયસર બચાવ કર્યો. ઘટનાનો વીડિયો વાયરલ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 23 Sep 2026 03:24 PM (IST)Updated: Wed, 23 Sep 2026 03:24 PM (IST)
surat-bhestan-sleeping-youth-car-accident-miraculous-escape-viral-video

Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગણેશ મંડપ પાસે સુતેલા એક યુવક પર કાર ચડી ગઈ હતી. બીજી તરફ ઘટનાને પગલે ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ કાર રીવર્સ લેવડાવી યુવકને કાર નીચેથી બહાર કાઢ્યો હતો.આ ઘટનામાં યુવકને કોઈ ઈજા થઇ ન હતી. પરંતુ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

જમીન પર સૂતેલો યુવક કાર નીચે આવ્યો

‘જાકો રાખે સાંઇયાં, માર સકે ના કોઈ’ આ કહેવત સુરતમાં સાર્થક નીવડી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગણપતિ મંડપની સામે એક યુવક જમીન પર સૂતો હતો. આ દરમ્યાન ત્યાંથી પસાર થતા કાર ચાલકને ધ્યાન રહ્યું નહીં અને કાર યુવક પર ચડી ગઈ હતી. યુવક કારની નીચે ફસાઈ ગયો હતો.

ચમત્કારિક રીતે યુવકનો જીવ બચ્યો

યુવકનું લગભગ 80 ટકા જેટલું શરીર કારની નીચે આવી ગયું હતું, ઘટનાને જોતા ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટના નજરે જોતા જ આસપાસના લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોના સમયસર પહોંચીને કાર ચાલકને રોક્યા બાદ લોકોએ કાર ચાલકને રીવર્સ લેવડાવી યુવકને કારની નીચેથી બહાર કાઢ્યો હતો.

સદનસીબે આ ઘટનામાં યુવકને કોઈ ઈજા થઇ ન હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.