દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે મોટા સમાચાર: સુરત-ભરૂચ રૂટની મેમુ ટ્રેન 14 દિવસ માટે રદ, જાણો કારણ!

સુરત-ભરૂચ મેમુ ટ્રેન 14 દિવસ માટે રદ રહેશે. ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન બનાવવાની કામગીરીને કારણે 55થી વધુ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 09:29 AM (IST)Updated: Thu, 01 Oct 2026 09:29 AM (IST)
surat-bharuch-memu-train-cancelled-14-days-utran-station-satellite-station-55-trains-time-change

Surat Bharuch MEMU Train: દક્ષિણ ગુજરાતમાં મુસાફરી કરતાં રેલ્વે પેસેન્જરો માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડોદરા રેલ્વે ડિવિઝન દ્વારા સુરતના ઉત્રાણ રેલ્વે સ્ટેશનેને સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ વિકાસ કાર્યોને કારણે ભરુચ-સુરત રુટ પર દોડતી મેમુ ટ્રેન આગામી 14 દિવસ માટે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત 55થી વધારે ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં 10 મિનિટથી લઈને દોઢ કલાક સુધી મોડી દોડશે.

ભરુચ-સુરત મેમુ ટ્રેન કયા દિવસે રદ રહેશે?

ઉત્રાણ સ્ટેશન પર ચાલતાં કામકાજના કારણે ભરુચ-સુરત મેમુ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે, ઓકટોબર માસની 1, 2, 3, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15 અને 16 તારીખો ટ્રેન બંધ રહેશે જ્યારે આ સમયગાળા દરમિયાન 55થી વધારે ટ્રેનોના નિર્ધારિત સમયમાં ફેરફાર રહેશે.

મોડી દોડનારી મુખ્ય ટ્રેનોની યાદી (10 મિનિટથી 1.5 કલાક મોડી)

14 દિવસ સુધી ચાલનારા આ કામકાજ દરમિયાન 55થી વધુ ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરાયો છે:

  • અમદાવાદ એક્સપ્રેસ: ડો. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલથી અમદાવાદ આવતી ટ્રેન 40 મિનિટ મોડી દોડશે.
  • બાંદરા-જયપુર ટ્રેન: 30 મિનિટ લેટ રહેશે.
  • ખડકી-ઈન્દોર ટ્રેન: 20 મિનિટ મોડી ચાલશે.
  • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર): 15 મિનિટ મોડી પડશે.
  • સ્વરાજ સ્પેશિયલ (બાંદરા-માતા વૈષ્ણોદેવી કટરા): 10 મિનિટ મોડી દોડશે.

ઉત્રાણ સ્ટેશન સેટેલાઈટ બનવાથી શુ થશે ફાયદો?

ઉત્રાણ રેલવે સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવ્યા બાદ સુરત અને મુખ્ય સ્ટેશનો પરથી ટ્રેનોનું ભારણ ઘટશે. આ કાયાકલ્પ પછી ઉત્તર ભારત સહિત દેશના અન્ય મહત્વના શહેરો માટે 'હોલીડે સ્પેશિયલ' અને નવી ટ્રેનો દોડાવવાનો માર્ગ સરળ બનશે.