Surat Fire News: સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલી એક જ્વેલરી શોપમાં રાત્રીના સમયે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ દુકાનના POP, ફર્નિચર, ટેબલ-ખુરશી અને કમ્પ્યુટર સહિતનો સામાન સળગી ગયો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી ચાર રસ્તા પાસે એમ.એન જવેલર્સ છે. રાત્રીના સમયે દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી દુકાનને લપેટમાં લઈ લીધી હતી. બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળેપહોંચ્યો અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો
આ ઘટનામાં દુકાનનું POP, ફર્નિચર, ટેબલ, ખુરશી અને કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મુખ્ય માર્ગ પર જ આવેલા આ જવેલર્સમાં આગ લાગી હોવાથી ત્યાં અફરાતફરી મચી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને દુકાનમાં આગ ક્યાં કારણોસર લાગી તે હાલ સામે આવી શક્યું નથી.
