Surat: કોસંબામાં બેકાબૂ ડમ્પરે સર્જયો ગમખ્વાર અકસ્માત, પિતા-પુત્રી સહિત 3 લોકોના કરૂણ મોત

આસપાસના લોકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 15 Apr 2026 10:23 AM (IST)Updated: Wed, 15 Apr 2026 10:23 AM (IST)
surat-accident-kosamba-dumper-hit-and-run-3-people-dead
HIGHLIGHTS
  • સુરત કોસંબામાં ગમખ્વાર અકસ્માત
  • ડમ્પર ચાલકે બે બાઈકને ટક્કર મારી
  • પિતા-પુત્રી સહિત ત્રણ લોકોનું મોત

Surat Accident News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા કોસંબા વિસ્તારમાં એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેકાબૂ ડમ્પર ચાલકે બે મોટરસાઈકલ અને રસ્તા પર કામ કરતા એક શ્રમિકને અડફેટે લીધા હતા. આ બનાવમાં પિતા-પુત્રી સહિત કુલ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

ડમ્પર ચાલકે બે બાઈકને અડફેટે લીધા

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની હતી. એક ડમ્પર ચાલકે બે બાઈકને અડફેટે લીધી હતી. આ ઉપરાંત રસ્તા પર કામ કરતા શ્રમિકને પણ અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રી સહિત રોડ પર કામ કરતા શ્રમિકનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત એક મહિલાને પણ ઇજા પહોંચી હતી.

naidunia_image

પિતા-પુત્રી અને શ્રમિકનું કરૂણ મોત

મૃતક પિતાની ઓળખ 42 વર્ષીય ઐયુબ ઈસ્માઈલ શાહ અને 13 વર્ષીય પુત્રીની ઓળખ અલ્ફીયા ઐયુબ શાહ તરીકે થઈ છે, જેઓ માંગરોળ તાલુકાના જુના કોસંબા ખાતેના ઈદગાહ ફળિયાના રહેવાસી હતા. આ હ્રદયદ્રાવક ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પાડીને એક ઝાડ સાથે બાંધી દીધો હતો.

પોલીસ કાર્યવાહી, ડમ્પરચાલક ઝડપાયો

અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોસંબાના PI અમરજીતસિંહ રાણાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂરઝડપે હંકારીને આવતા ડમ્પરે સામેથી આવતા પરિવારની બાઈક અને સાઈડમાં કામ કરતા શ્રમિકને ટક્કર મારતા કુલ 3 લોકોના મોત થયા છે, અને ઇજાગ્રસ્ત મહિલાની હાલત હાલમાં સ્થિર છે.

પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ ઉપરાંત, પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી લીધી છે, અને તેની સામે ફરિયાદ નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.