Milk Price Hike Surat: દિવાળી તહેવાર બાદ સીએનજીનો ભાવ વધારો થયો અને અમૂલ ડેરીના ભાવ વધારાન મારથી સામાન્ય જનતા ઉભરી નથી. ત્યાં વધુ મોંઘવારીનો વધુ એક ઝટકો જનતાને માથે આવી પડ્યો છે. અમૂલ ડેરી બાદ હવે સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદ સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) દ્વારા પણ દૂધના વેચાણ ભાવમાં પ્રતિ રુ.2થી રુ.6 સુધીનો તોતિંગ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી રોજિંદા ઉપયોગમાં લેવાતાં દૂધના ભાવમાં વધારો થયો છે. જેથી સુરતના 85 લાખ લોકો પર આની સીધી અસર થશે.
નવા ભાવનો આજથી અમલ
આ પણ વાંચો
સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ નવો ભાવનો અમલ આજથી એટલે કે, 19 નવેમ્બર 2026ની બપોરથી લાગુ કરી દેવાયો છે. સુરત અને તાપી જિલ્લામાં દૈનિક 12 લાખથી વધુનું દૂધનું વેચાણ થાય છે. સુમુલ ડેરીએ જાહેર કરેલા નવા ભાવપત્રક મુજબ સૌથી વધુ ભાવવધારો ફુલ-ફેટ દૂધમાં કરાયો છે. ડેરીના આ નિર્ણયથી સુરતના 85 લાખ ગરીબ અને ગરીબ પરિવારોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે.
નવા ભાવવધારા મુજબ, 500 MLના પાઉચમાં ₹2 અને 1 લિટરના પાઉચમાં ₹4નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી વધુ ₹6નો વધારો અમૂલ બફેલો મિલ્કના 1 લિટરના પાઉચમાં ઝીંકાયો છે.
ચા-કોફી અને મીઠાઈના ભાવ પર પણ થશે અસર
દૂધ એ દરેક ઘરની પ્રાથમિક અને રોજિંદી જરૂરિયાત છે. અમૂલ અને સુમુલ ડેરી દ્વારા સૌથી વધુ વેચાતા ગોલ્ડ, શક્તિ અને તાજા દૂધના ભાવ વધારવામાં આવતા હવે સામાન્ય ગૃહિણીઓના ખિસ્સા પર ભારણ વધ્યું છે. આ ઉપરાંત, દૂધ મોંઘું થવાથી આગામી દિવસોમાં ચા-કોફીની લારીઓ, હોટલો તેમજ મીઠાઈ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો થવાની પૂરી શક્યતા છે.
