Girnar Lili Parikrama 2026: ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને સેવાભાવી અન્નક્ષેત્રો પાસેથી કોઈ વધુ પડતા નાણાં ન વસૂલે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કારતક સુદ અગિયારસતી પૂનમ દરમિયાન યોજાનારી આ પરિક્રમાના દુર્ગમ રુટ પર આવેલા ઝીણાબાવાની મઢી અને બોરદેવી સહિતના નિયત કેન્દ્રો પર દૂધ, છાસ, લસ્સી, મિલ્કશેક તેમજ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના સત્તાવાર વેચાણ ભાવ જાહેર કરી દેવાયા છે, જેથી યાત્રિકોને વ્યાજબી દરે અને પારદર્શક રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે.
અમૂલ દૂધની પ્રોડક્ટ્સનો ભાવ
અમુલ દૂધ જીણાબાવાની મઢીમાં તાજા ટેટ્રા મિલ્ક પેક એક લી. રૂ.80, તાજા ટેટ્રા મિલ્ક પેક 500 ML રૂ. 42, ગોલ્ડ ટેટ્રા મિલ્ક પેક એક લી. રૂ .86, ગોલ્ડ ટેટ્રા મિલ્ક પેક 500 ML રૂ. 45, બટર મિલ્ક ટેટ્રા પેક 200 ML રૂ 15, રોઝ લસ્સી 200 ML રૂ. 25 ભાવ રહેશે.
મધર ડેરીની વસ્તુઓનો દર
મધર ડેરીમાં જીણાબાવાની મઢીમાં, બોરદેવીમાં, બોરદેવી ત્રણ થાણાના રસ્તાની બાજુમાં અને કાળકાના વડલાની બાજુમાં મધર ડેરી ટેટ્રા પેક મિલ્ક પેક એક લી. રુ 77 (પરિવહન દર રૂ.2), મધર ડેરી ટેટ્રા પેક મસાલા છાસ 180 ML રૂ 15 (રૂ2 પરિવહન દર), મધર ડેરી ટેટ્રા પેક લસ્સી 180 ML રૂ. 20 (પરિવહન દર રૂ 2), મધર ડેરી ટેટ્રા પેક મિલ્ક શેક 180 ML રૂ. 35 (રૂ 2 પરિવહન દર) છે.
MRP પ્રમાણે દૂધ ઉત્પાદનનું વિતરણ
અભય ડેરી માટે બોરદેવી મંદિરથી નાગદેવતા મંદિરની વચ્ચે મિલ્ક એક લી. - રૂ 75, મિલ્ક 500 ML રુ. 38 રહેશે. આ સિવાયના પરિક્રમાના તમામ સ્થળોએ એમ.આર.પી. મુજબ દુધ વિતરણ કરવાનું રહેશે. ઉપરોક્ત વિગતે અમુલ ડેરી તથા માહી ડેરી દ્વારા આ દર્શાવેલ કેન્દ્રો ખાતેથી દુધ, છાસ, લસ્સી, મિલ્ક શેક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પરિક્રમા દરમ્યાન એલ.પી.જી. કોમર્શીયલ ગેસ સીલીન્ડર ઓઈલ માર્કેટીંગ કંપનીના નિયત બિલમાં દર્શાવેલ એમ.આર.પી. મુજબ મળશે.
