સુરતમાં રખડતાં કૂતરાંઓનો આતંક, લીંબાયતમાં રમી રહેલા બાળક પર હુમલો કર્યો, બાળકોમાં નાસભાગ મચી

બાળકો ત્યાં રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ત્યાં દોડતા દોડતા 3 કૂતરાં આવી પહોંચે છે, કૂતરાંને આવતા જોઈ બાળકોમાં નાસભાગ મચી ગઇ હતી. દરમ્યાન એક બાળક પર કૂતરું હુમલો કરી દે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 20 May 2026 12:35 PM (IST)Updated: Wed, 20 May 2026 12:35 PM (IST)
stray-dog-terror-in-surat-child-attacked-while-playing-in-limbayat

Surat News: સુરતમાં વધુ એક વખત રખડતા કૂતરાંઓનો આતંક સામે આવ્યો છે. લીંબાયત વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે ત્યાં ત્રણ જેટલા રખડતા કૂતરાં દોડી આવ્યા હતા અને એક બાળક પર હુમલો કર્યો હતો. બીજી તરફ બાળકોમાં નાસભાગ મચી ગયી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

મળતી માહિતી મુજબ સુરતના લીંબાયત સ્થિત ખાનપુરમાં આ ઘટના બની હતી. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળકો ત્યાં રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ત્યાં દોડતા દોડતા 3 કૂતરાં આવી પહોંચે છે, કૂતરાંને આવતા જોઈ બાળકોમાં નાસભાગ મચી જાય છે. દરમ્યાન એક બાળક પર કૂતરું હુમલો કરી દે છે. બીજ તરફ સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને હાલ આ સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થયા છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક યુવા અગ્રણી સાજીદ કુરેશીએ આ વિસ્તારમાં રખડતા અને કરડતા કૂતરાંઓના વધી રહેલા ત્રાસ અંગે ગત 18 મેના રોજ મનપામાં ઓનલાઈન પણ ફરિયાદ કરી હતી આ ફરિયાદમાં તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અને કૂતરાંઓને પકડવા માટે માંગ કરી હતી. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને બીજા જ દિવસે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અગાઉ પણ રખડતા કૂતરાંોનો આતંક સામે આવી ચુક્યો છે, અગાઉ પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને બચકા ભર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચુકી છે.