Shree Hanuman Chalisa Yuva Katha Day 07 Savjibhai Dholakia : સુરતના આંગણે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યોજાઈ છે. આ કતાશ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારૂતિ ધુન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા યોજાઈ છે. જેમા સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ ભગવાનની તાકાત આપણને કેવી રીતે મળે તે અંગે જણાવ્યું હતું. સાથે સફળતાના પાંચ સૂત્રો પણ કહ્યા હતા.
સવજીભાઈ ધોળકીયાએ કહ્યું હતું કે સુરતના આ વરાછામાં સાક્ષાત હનુમાનજી આવ્યા હોય તેવું લાગે છે. હનુમાનજી મહારાજની તાકાત તમે જુઓ. આટલી મોટી સંખ્યામાં રાતના નવ વાગ્યા પછી યુવાનોની હાજરી તો જુઓ. સામાન્ય રીતે જ્યાં જમવાનું હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો હોય પરંતુ જમ્યા પછી આટલી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા તે નાની વાત નથી. ઈશ્વર નાનો માણસ નથી.
તમે ધારો તે કરી શકો છો. તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ. હું મારા કર્મચારીઓ અને બિઝનેસમેનને પણ કહું છું કે તમારામાં દેવાની ભાવના હશે તો ભગવાન તમને આપશે આપશે અને આપશે. પરંતુ તમારી લેવાની ભાવના હશે ત્યારે તમારે માગવું પડશે. હાથ લાંબો કરવો પડશે. દેવાની ભાવના હશે તો હાથ આપોઆપ કોઈએ લાંબા કરેલા હાથની ઉપર થઈ જાય છે તેવી તમારી ક્ષમતા બની જાય છે. એવો સંકલ્પ કરો.
હું આખી દુનિયામાં પૈસા કમાણો એનાથી લોકપ્રિય નથી થયો. મેં લોકોને ગાડીઓ આપી એનાથી લોકપ્રિય થયો છું, કોઈને આપવાથી લોકપ્રિય બન્યો છું. તમારે મંદિરે જવાની જરૂર ન પડે જો તમે રોજ તમારા માતા-પિતાને પગે લાગીને જાઓ. પહેલા તમારું ઘર મંદિર બનાવો પછી મંદિરે જાઓ. વિધવા બહેનોને આ કીટનું વિતરણ થાય છે તે સારું કામ છે. અહીં તમે કીટ ન આપો તો કંઈ નહીં પરંતુ તમારા ઘરમાં તમાકું અને દારૂ કોઈ પિતું હોય તો તેને છોડાવો. તેનાથી એક બહેન વિધવા થતી બચશે. આ કાર્ય એક કીટ આપ્યા સમાન છે. આપણને શરીર, સંપતિ અને સત્તા મળી છે સેવા માટે મળી છે જો તેનો સારો ઉપયોગ કરીશું તો લાંબું જીવશું અને સારી રીતે મરીશુ.

સવજીભાઈ ધોળકીયાના સફળતાના પાંચ સૂત્રો, તમે આ સંકલ્પ કરશો તો સફળ થશો (5 Success Mantra of Padma Shri Savjibhai Dholakia)
- 1). હું જે પણ બનીશ તે બેસ્ટ બનીશ. આઈ એમ ધ બેસ્ટ: રોજે સારું વિચારવું જોઈએ. બેસ્ટ સિયાવ મારા જીવનમાં કંઈ નહીં હોય. હું બેસ્ટ ભાઈ બનીશ. બેસ્ટ દિકરો બનીશ. બેસ્ટ નાગરિક પણ બનીશ.
- 2). હું પણ કરી શકીશ: આઈ કેન ડુ ઈટ, હું પણ કથાનું આયોજન કરી શકીશ, હું પણ સરોવર બનાવી શકીશ,હું લોકોને મદદ કરી શકીશ. તમે અભણ હશો તો પણ બધું કરી શકો છો.
- 3). ભગવાન હંમેશા મારી સાથે છે: સાચા દીલવાળા લોકો સાથે હંમેશા ભગવાન રહે છે.
- 4). હું જીતીશ જ: તમારી જાત પર શંકા ક્યારેય કરશો નહીં. જ્યાં સુધી તમે તમારી જાતે નહીં હારો ત્યાં સુધી આ દુનિયામાં બીજું કોઈ તમને હરાવી શકશે નહીં.
- 5). આજે મારો નવો દિવસ છે.