Surat: શહેરના પીપલોદ સ્થિત નિર્મળનગરમાં રહેતી ડિવોર્સી મહિલાએ પોતાના 4 વર્ષના પુત્રને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હતો. આ મામલે ઉમરા પોલીસ મથકમાં મૃતકના પૂર્વ પતિ સહિત સાસરી પક્ષના 4 સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગત 3 ફેબ્રુઆરીના રોજ પીપલોદ સ્થિત નિર્મળનગરમાં રહેતી પૂનમ તાયડેએ પોતાના 4 વર્ષના પુત્ર શિવાયને ગળે ફાંસો આપીને મોતને ઘટ ઉતાર્યો હતો. જે બાદ પૂનમે પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે બાદ માતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યાં હતા.આ મામલે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં, 2021માં મેરેજ બ્યૂરો મારફતે મૃતક પૂનમ તાયડેના અમદાવાદ ખાતે રહેતા કરણ શાહ નામના યુવક સાથે લગ્ન થયા હતા. જે બાદ 2025માં પૂનમના પતિ સાથે છૂટાછેડા થયા હતા. જે બાદ પૂનમ પોતાન 4 વર્ષના પુત્ર શિવાય સાથે પિયરમાં રહેતી હતી.
પતિ સહિતના સાસરિયાઓના ત્રાસથી પૂનમે અંતિમ પગલું ભર્યું
આ મામલે પૂનમના ભાઈએ ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, પૂનમને તેના પતિ કરણ શાહ, સાસુ કૈલાશબેન, નણંદ હીરલ શાહ અને ઉમંગ નામનો શખ્સ શારીરિક અને માનસિક ત્રાસ ઈઆપીને ઝઘડા કરતા હતા.
સાસરિયાઓ પૂનમને જાતિ વિષયક અપશબ્દો બોલીને સતત અપમાનિત કરતાં હતા.જેના પગલે હતાશ પૂનમે પુત્ર સાથે આત્યંતિક પગલું ભર્યું હોવાનો આરોપ મૂક્યો છે.
