‘જાહેર મંચ પરથી માફી માંગો’, શંકરસિંહ વાઘેલાને સુરત BJP કાર્યકરે કર્યો સીધો ફોન; જાણો 7 મિનિટની વાતચીતમાં શું ચર્ચા થઈ?

આ મામલે સુરત BJP કાર્યકરે માંગ કરી છે કે, શંકરસિંહ વાઘેલા જાહેર મંચ પરથી માફી માંગે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 04 Oct 2026 03:52 PM (IST)Updated: Sun, 04 Oct 2026 03:52 PM (IST)
shankersinh-vaghela-statement-controversy-surat-bjp-worker-abhi-thakar-demands-public-apology
શંકરસિંહ વાઘેલાને BJP કાર્યકરે કર્યો ફોન

Shankersinh Vaghela Statement Controversy: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ જ્ઞાતિઓ વિશે કરેલા એક વિવાદિત નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. સુરત ભાજપના એક કાર્યકર અભી ઠાકર દ્વારા શંકરસિંહ વાઘેલા સાથે 7 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. આ મામલે તે યુવકે માંગ કરી છે કે, શંકરસિંહ વાઘેલા જાહેર મંચ પરથી માફી માંગે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ જ્ઞાતિઓ વિશે કરેલા એક વિવાદિત નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ મામલે સુરતમાં રહેતા અને ભાજપના કાર્યકર અભી ઠાકરે તેમને ફોન કર્યો હતો. અંદાજીત 7 મિનિટ સુધી અભી ઠાકર અને શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત થઈ હતી. અભી ઠાકરે માંગ કરી કે, શંકરસિંહ વાઘેલા જાહેર મંચ પરથી માફી માંગે, બંને વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અભી ઠાકરએ જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પટેલ, વાણીયાના દીકરા મેલું ઉચકે તો 50 હજાર રૂપિયા આપું એવું જ્ઞાતિ સૂચક નિવેદન આપ્યું હતું અને જાહેરમાં બોલ્યા હતા. તેને લઈને અમને રોષ હતો અને તે બાબતે ટેલીફોનીક ચર્ચા થઈ હતી. 7 મિનિટ થયેલી ચર્ચામાં તેઓ મને સમજાવતા હતા કે ક્યાં રાજનૈતિક પહેલું છે. પણ મારું એટલું કહેવું છે કે જે પણ રાજનૈતિક વાત હોય તેમને પટેલ, વાણિયા, બ્રાહ્મણના દીકરાને ગાળ આપવાનો કોઈ અધિકાર નથી. શંકરસિંહ વાઘેલા જાહેર મંચ પર માફી માંગશે તો જ અમે માફી સ્વીકારીશું.