સુરત:
તાજેતરમાં જ સુરત અને વડોદરાના મનપા કમિશ્નરની બદલી કરવામાં આવી હતી. સુરતના નવા મનપા કમિશ્નર શાલીની અગ્રવાલે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. મનપા કચેરી ખાતે અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શાલિની અગ્રવાલ સુરતના 32મા મ્યુ.કમિશનર છે. આ ઉપરાંત બીજા મહિલા મનપા કમિશ્નર તરીકે તેઓ પાલિકાનું સુકાન સંભાળશે.
નવા મનપા કમિશ્નર શાલીની અગ્રવાલે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. શાલિની અગ્રવાલ સુરતના 32મા મ્યુ. કમિશનર છે. આ ઉપરાંત મહિલા મનપા કમિશ્નર તરીકે તેઓ પાલિકાનું સુકાન સંભાળશે આ પહેલા એસ.અપર્ણા એપ્રિલ 2007થી સપ્ટેમ્બર 2011 દરમિયાન સુરત મ્યુ. કમિશનર તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે શાલીની અગ્રવાલ રજાને દિવસે જ ચાર્જ લઇ રહ્યાં છે. આ સાથે જ વહીવટી તંત્રને આરામ કે આળસ છોડી કામે લાગી જવાનો મેસેજ પણ આપી રહ્યાં છે. તેઓ રજાને દિવસે ચાર્જ લઇ રહ્યાં હોય શહેરના વિકાસની રફ્તારને મંદ પડવા દેશે નહીં તેવો પણ વહીવટી બેડામાં એક સૂર ઉઠ્યો છે.
સુરત ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે- શાલિની અગ્રવાલ
શાલિની અગ્રવાલએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2006માં આવેલા પુરમાં અમારી ડ્યુટી અહી લાગી હતી. મને જે તે સમયે સેનેટાઈઝ અને સાફ સફાઈની જવાબદારી સોપવામાં આવી હતી. તે સમયે મેં જોયું હતું કે સુરતના લોકો મુશ્કેલ સમયમાં એકબીજાને મદદ કરતા હતા તે એક અદ્ભુતપૂર્વ હતું. વર્ષ 2006થી અત્યાર સુધીમાં સુરત સમગ્ર ભારત દેશમાં સૌથી ઝડપથી વિકસતું શહેર છે. સુરત શહેરને મીની ભારત કહેવામાં આવે છે. દરેક પ્રાંતના લોકો સુરતમાં વસવાટ કરે છે. સુરતના લોકો એકબીજાને મદદ કરીને આગળ વધવાની ભવના ખુબ જ પ્રેરણાદાયી છે.
આ પડકારો રહેશે
શાલીની અગ્રવાલ સામે સુરત શહેરને સ્વચ્છતામાં નબર ૧ લાવવા, નવા કમિશનર માટે ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પ્લાસ્ટિક ફ્રી સિટી, બરાજ, રિવર ફ્રન્ટ પ્રોજેક્ટો તથા ખજોદ ડિસ્પોઝલ સાઇટને શહેર બહાર ખસેડવા જેવા અનેક પડકારો સામે ઊભા છે.