Surat News:પુણા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ; ગ્રાહક સંચાલક ઝડપાયા, 3 મહિલાઓને મુક્ત કરાવાઈ

Surat News:સુરત શહેરમાં પુણા વિસ્તારમાં સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી ગ્રાહક અને સંચાલકને ઝડપી પાડ્યા હતા જયારે અહીંથી 3 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 08:25 PM (IST)Updated: Wed, 23 Sep 2026 08:25 PM (IST)
prostitution-racket-operating-in-a-residential-society-in-the-punagam-area-busted-customer-and-operator-nabbed-3-women-rescued

Surat News:સુરત શહેરમાં પુણા વિસ્તારમાં સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી ગ્રાહક અને સંચાલકને ઝડપી પાડ્યા હતા જયારે અહીંથી 3 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી

મળતી માહિતી મુજબ, સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટી વિભાગ સીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દેહવ્યાપાર ચાલતો હતો જ્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સંચાલક બીપીન ઉર્ફે રાજુ પીઠાભાઈ નકુમએ મકાન ભાડે રાખ્યું હતું અને મકાનમાં 3 મહિલાઓને રાખીને દેહવ્યાપારની પ્રવુતિ છેલ્લા 6 મહિનાથી કરાવતો હતો.તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમીશન કાઢી લેતો હતો

પોલીસે રેડ દરમ્યાન ડિજિટલ પેમેન્ટ લેવા માટે રાખવામાં આવેલું સ્કેનર, 3 મોબાઈલ, રોકડા રૂપિયા ૩ હજાર મળી કુલ 1.6 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રેડ દરમ્યાન એક ગ્રાહક રાજદીપ જીતેન્દ્ર વાડદોરીયાને પણ ઝડપી પાડ્યો હતો. તેમજ અહીંથી પોલીસે 3 મહિલાઓને દેહવ્યાપારની બંદી માંથી મુક્ત કરાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગ્રાહક અને સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.