Praful Pansheriya News: કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનભ જેમ્સ નામની ડાયમંડ ફેક્ટરીમાં આજે સવારે કુલરનું પાણી પીધા બાદ એક પછી એક રતકલાકાર સહિત 118 જણાને શ્વાસ લેવામાં અને પેટમાં તકલીફ થતા ફેક્ટરી માલિકે તાબડતોબ તમામને સારવાર માટે હોસ્પિટલ રવાના કર્યા હતા. જે પૈકી 104 કિરણ હોસ્પિટલમાં જયારે 14 ડાયમંડ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ અને બે જણા હાલ ICUમાં હોવાનું જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે કે, આ ઘટના અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે કે, આ ઘટનામાં જવાબદારને છોડવામાં આવશે નહીં.
અનભ જેમ્સની આ ઘટના અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, કાપોદરા વિસ્તારમાં આવેલી અનભ જેમ્સમાં થયેલી ઘટના મારા ધ્યાને આવી છે. 118 રત્ન કારીગરોને અનાજમાં નાંખવાની દવાની ગંભીર અસર થઈ છે. જેમાં 104 કિરણ હોસ્પિટલમાં જયારે 14 ડાયમંડ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ અને બે જણા હાલ ICUમાં હોવાનું જાણવા મળ્યું છે. વોટર ટેંકની અંદર સેલફોસ નામની ઝેરી દવા નાખવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદારને છોડવામાં આવશે નહીં.