Surat News:સુરતમાં ઉત્રાણ પોલીસની ટીમે શંકાસ્પદ ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે.પોલીસે અબ્રામા ગામ ખાતે રેડ કરીને 1694 કિલો ઘી તથા ઘી બનાવવાનો કાચો માલ મળી કુલ 18.21 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નવરાત્રી-દિવાળીના તહેવારમાં શંકાસ્પદ ધીનું વેચાણ થાય તે પહેલા ઉત્રાણ પોલીસે રેડ કરી શંકાસ્પદ ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે ઉમરા અબ્રામા રોડ માધવ કેમ્પસમાં આવેલ પતરાના શેડવાળા ગોડાઉન નંબર-૧૮ માં સન્નીભાઇ કલ્પેશભાઈ મોદી તથા કિશનભાઇ મનોજભાઈ મોદી નામના ઇસમો ભેળસેળ વાળુ ધી બનાવી વેચાણ કરે છે" વિગેરે બાતમી આધારે ઉત્રાણ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી તથા ફુડ સેફટી અધિકારીઓ સાથે ત્યાં રેડ કરી હતી.
પોલીસે ત્યાંથી સન્ની કલ્પેશભાઈ મોદી ઉવ.26, કિશનભાઇ મનોજભાઇ મોદી ઉવ.26 અને કલ્પેશભાઇ સુંદરલાલ મોદી ઉવ.47ને ઝડપી પાડી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
કબ્જે કરેલો મદ્દામાલ
- PROTO VANASPATI BISCUIT COOKIESલખેલ બોક્સ ડાલડા ધીનાં નંગ-૩૫ જે એક ડબ્બો ૧૫ કિલોનો જેની કિં.રૂ.૩૩૦૦/- ગણી કુલ્લે કિં.રૂપિયા 1,15,500/-
- Vitalifr Refined Soyabean Oil નાં ડબ્બા નંગ-32 જે એક ડબ્બો 15 કિલો જેની કિં.રૂ.3044/- ગણી કુલ્લે કિં.રૂપિયા.97,408/-
- લુઝ ધીનો માલ 795 કિલોનો જેની કુલ્લે કિં.રૂ.4,76,520/-
- Saahas PREMIUM COW Ghee નો 900 કિલોનો જથ્થો જેની કિં.રૂપિયા.5,40,000/-
સાહસ પ્રિમીયમ ઘી 35ml પેકીંગનાં પાઉચ નંગ-300 જેની કુલ્લે કિં.રૂપિયા.6000/- તથા ઘી બનાવા માટે વપરાતા મશીનો તથા સાઘનો મળી કુલ્લે કિં.રૂ.18,21,163/- મત્તાનો મુદ્દામાલ ફુડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સીઝ કરી જરુરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
