Bihar Election Results: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જ્યાં સુરત એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ બિહારના વતનીઓને સંબોધન કરતાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતા.
PM મોદીએ જણાવ્યું કે, બિહારમાં ઐતિહાસિક જીત થઈ છે. હવે હું સુરત આવ્યો હોઉ અને બિહારીઓને મળ્યા વિના જઉ તો મારી યાત્રા અધુરી ગણાય. આથી જ ગુજરાતમાં રહેતા અને ખાસ કરીને સુરતમાં રહેતા મારા બિહારી ભાઈઓનો અધિકાર છે અને આથી મારી જવાબદારી પણ છે કે, તમારી લોકોની વચ્ચે આવીને આ વિજયોત્સવની થોડી ક્ષણો માણું.
આ પણ વાંચો
જાતિવાદના નામ પર રાજનીતિ કરતા લોકોને આડેહાથ લેતા PM મોદીએ જણાવ્યું કે, બિહારમાં અનેક જમાનતી નેતા, જાતિવાદનું ભાષણ આપતા રહેતા હતા. તેઓ પુરી તાકાતથી જાતિવાદનું ઝેર ફેલાવતા રહ્યા હતા. સદીઓથી એવું જ લાગતું હતું કે, આમ કરવાથી તેમનો બેડો પાર થઈ જશે. જો કે આ બિહારની ચૂંટણીમાં જનતાએ જાતિવાદના ઝેરને નકાર્યું છે. જે દેશ માટે એક સારો સંદેશ છે.
આ ચૂંટણીમાં NDA ગઠબંધનનો વિજય થયો અને મહાગઠબંધનની ભૂંડી હાર થઈ છે. બન્ને વચ્ચે 10 ટકા વોટનો ફર્ક છે, જે ખૂબ મોટી વાત છે. એટલે કે સામાન્ય નાગરિકોએ એકતરફી મતદાન કર્યું છે.
વકફ કાયદાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, બિહારમાં ગેરકાયદેસર રીતે જમીનો અને મકાનો પચાવી પાડીને જે વકફ બનાવી દેવામાં આવતા હતા. તમિલનાડુમાં તો હજારો વર્ષો જૂના ગામના ગામ વકફ પ્રોપર્ટી બનાવી દેવામાં આવ્યા હતા. સમગ્ર દેશભરમાં ચિંતા થવા લાગી હતી. આ સમયે અમે વકફને લાવીને સંસદમાં કાયદો પાસ કરાવી દીધો.
બિહાર ચૂંટણીમાં જમાનતી અને નામદાર વકફ કાયદાને ફાડી નાંખતા હતા અને કહેતા હતા કે, અમે જીતીને આવીશું તો વકફ કાયદો લાગુ નહીં થવા દઈએ. બિહારની જનતાએ વિકાસના માર્ગે ચાલીને આ સાંપ્રદાયિક્તાના ઝેરને નકાર્યું છે.
તમે બધા જ જાણો છો અને બિહારના લોકો પણ જાણે છે કે, આ એકમાત્ર એવી પાર્ટી છે. જ્યારે તમે મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ સોંપ્યું હતુ, ત્યારે પણ અમારો એક જ મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ.
