Surat News: રાજ્યભરમાં વેચાતા 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ અગ્ર સચિવને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ મુદ્દે કેટલીક સ્પસ્ટતાઓ કરવા માટે રજૂઆત કરી છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે એનાલોગ પનીર અને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમની બનાવટ સરખી જ છે. બંને સરખું જ નુકશાન કર્તા છે. તો એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ બનાવવા અને વેચવા ઉપર પ્રતિબંધ કેમ નહીં?
બજારમાં બે પ્રકારના આઈસ્ક્રીમનું વેચાણ થાય છે
ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે બજારમાં બે પ્રકારના આઈસ્ક્રીમનું વેચાણ થાય છે. એક રીયલ દૂધમાંથી બનતો આઈસ્ક્રીમ. બીજો પામોલીન તેલ, વેજીટેબલ તેલમાંથી બનતો આઈસ્ક્રીમ. જેને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ કહેવામાં આવે છે. જે લોકોના શરીરને ખૂબ જ હાનીકર્તા છે. જે ઝેર સમાન મનાય છે. આરોગ્ય વિભાગે ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ વેચાણ કરવા માટે હવે તેમની ઉપર લખવું પડશે. "ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ" જેથી લોકોને ખબર પડે કે આ રીયલ દૂધમાંથી બનેલો આઈસ્ક્રીમ નથી. અને આ આરોગ્ય માટે અતિ હાનિકારક છે. તેવી સમજ લોકોને આપવામાં આવશે. આ નિર્ણયને હું આવકારું છું.અને વિભાગને અભિનંદન આપું છું. પરંતુ અમુક પ્રશ્નો ઉભા થશે તેના વિશે વિચારવું પડે તેમ છે.
1. આઈસ્ક્રીમ પાર્લરમાં (દુકાનમાં) રીયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ બંનેનું વેચાણ થતું હોય તો દુકાનનું શું નામ રાખશે. ? આઈસ્ક્રીમ પાર્લર કે ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ પાર્લર?
2. પેકિંગમાં વેચાતા ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમમાં લખવામાં આવશે. પરંતુ લુઝમાં વેચાતા ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમમાં શું લખવામાં આવશે?
3. એનાલોગ પનીર અને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમની બનાવટ સરખી જ છે. બંને સરખું જ નુકશાન કર્તા છે. તો એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ બનાવવા અને વેચવા ઉપર પ્રતિબંધ કેમ નહીં?
4. લગ્નમાં વેચાતો આઈસ્ક્રીમ મોટાભાગનો ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ હોય છે. તેની સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. ?
5. લોકોના આરોગ્યને અતિ નુકશાનકર્તા આ ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ નામનું ઝેર બનાવી-વેચવાની છૂટ આપી શકાય ખરી?
એનાલોગ પનીર નુકશાનકર્તા છે. નકલી પનીર છે. તો ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ પણ એટલું જ નુકશાન કર્તા નકલી આઈસ્ક્રીમ છે. તો તેની ઉપર પણ બનાવવા અને વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ તેવું મારું માનવું છે.
લુઝમાં વેચાતા આઈસ્ક્રીમનુ શું?
ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા ઓપરેશન હેલ્થ અંતર્ગત જન જાગૃતિનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે, આ કાર્યક્રમને હું આવકારું છું અને આરોગ્ય વિભાગને અભિનંદન આપું છું, પરંતુ આ ઓપરેશન હેલ્થ અંતર્ગત ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ બાબતની જન જાગૃતિ લાવવાના પ્રયાસની જે વાત છે તેને આવકારું છું પરંતુ આપણે નક્કી કઈ રીતે કરી શકીશું કે સાચો આઈસ્ક્રીમ કયો છે અને ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ કયો છે, કારણ કે જે કંપનીઓનું પેકિંગમાં આઈસ્ક્રીમ મળે છે તેના કરતા અનેક ઘણો આઈસ્ક્રીમ લુઝમાં છૂટકમાં મોટા પ્રમાણમાં વેચાય છે, જે લુઝમાં આઈસ્ક્રીમ વેચાય છે તે ફ્રોઝન છે કે કેમ એ કેવી રીતે નક્કી કરી શકીશું ? લોકોને કેવી રીતે ખબર પડશે ?
ફ્રોઝન ડેઝર્ટ પર પ્રતિબંધ કેમ ન મૂકી શકાય?
એટલા માટે મને લાગે છે કે આ જે લોક જાગૃતિનું અભિયાન છે પરંતુ તેમાં સફળ કઈ રીતે થઈશું તે વિચારવાની જરૂર છે, લુઝમાં જે આઈસ્ક્રીમ વેચાય છે તે મોટા ભાગે ફ્રોઝન ડેઝર્ટ જ હોય છે, બીજી વાત એનાલોગ પનીર પર પ્રતિબંધ મુક્યો તે ખુબ સારી બાબત છે પણ એનાલોગ પનીરની બનાવટ છે તે જ બનાવટ ફ્રોઝનની પણ છે તો એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકયો તો આ ફ્રોઝન પર પ્રતિબંધ કેમ ન મૂકી શકાય જેથી મેં આ મામલે પત્ર લખીને ધ્યાન દોર્યું છે કે આ દિશામાં વિચાર કરવો જોઈએ.
