Surat News: સુરતમાંથી 14 લોકોનું એક ગ્રુપ ઉતરાખંડમાં કેદારનાથના દર્શનાર્થે ગયું છે પરંતુ ત્યાં વરસાદી માહોલ અને ખરાબ હવામાનના કારણે ત્યાં લોકો ફસાઈ ગયા છે. સુરતની એક મહિલાએ વીડિયો મારફતે ગુજરાત સરકારને સલામત સ્થળે ખસેડવા માટે મદદ કરવા અપીલ કરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાંથી 14 લોકોનું ગ્રુપ ઉતરાખંડમાં કેદારનાથના દર્શનાર્થે ગયું છે પરંતુ ત્યાં ખરાબ વાતાવરણ અને વરસાદના કારણે તમામ લોકો ત્યાં ફસાયા છે, સ્થાનિક પ્રસાશન દ્વારા 3 લોકોનું હેલીકોપ્ટરથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. દરમ્યાન ત્યાંથી સુરતની એક મહિલાએ વીડિયો બનાવીને ગુજરાત સરકાર પાસે મદદની અપીલ કરી છે.
આ પણ વાંચો
વીડિયોમાં મહિલાએ આસપાસ ફસાયેલા અન્ય શ્રદ્ધાળુઓ, ખુલ્લા આકાશ નીચે તંબુઓમાં આશરો લઈ રહેલા લોકો અને પહાડો પર છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણની સ્થિતિ દર્શાવી છે. બીજી તરફ, સુરતમાં રહેતા તેમના પરિવારજનો પણ આ વીડિયો સામે આવ્યા બાદ ચિંતામાં મુકાયા છે.
વીડિયોમાં રંજનબેન પંચાલએ રડતા રડતા જણાવ્યું હતું કે અમે પરમ દિવસના કેદારનાથ આવ્યા છીએ, સતત વરસાદના કારણે અમે અહિયાં ફસાયેલા છીએ, ગુજરાત સરકારને હું અપીલ કરું છું કે અમને અહિયાથી સારી રીતે સલામત સ્થળે પહોચાડવા માટે મદદ કરે, અમારા ગ્રુપના પણ ઘણા બધા માણસો છે, પ્લીઝ અમને હેલ્પ કરો...'
