VGRC-South Gujarat 2026: સુરતમાં આયોજિત બે દિવસીય 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) - સાઉથ ગુજરાત' નો શનિવારે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અંતિમ સત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ખાસ ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું.
'સાઉથ ગુજરાત - ધ ઇન્ડસ્ટ્રિયલ કેટાલિસ્ટ'
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'South Gujarat – The Industrial Catalyst' નામનું પુસ્તક વિમોચિત કર્યું હતું, જે આ સમાપન સત્રનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. અગાઉ શુક્રવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ 'વિકસિત ભારત @ 2047' ના વિઝનને સાકાર કરવા માટે દક્ષિણ ગુજરાતને ગ્રોથ સેન્ટર તરીકે વિકસાવવા પર ભાર મૂક્યો હતો.
It is a privilege to be part of the valedictory session of the Vibrant South Gujarat summit. The past two days of meaningful dialogue and discussion reflect its success, with focused attention on the region’s development. These deliberations give confidence that impactful… pic.twitter.com/I6qrDzQCeQ
— Jagat Prakash Nadda (@JPNadda) May 2, 2026
વૈશ્વિક ભાગીદારી અને વિવિધ ક્ષેત્રો પર ચર્ચા
આ કોન્ફરન્સમાં રવાન્ડાના હાઈ કમિશનર જેકલીન મુકાંગીરા અને યુક્રેનના એમ્બેસેડર ડૉ. એલેક્ઝાન્ડર પોલિશચુક સહિતના રાજદ્વારીઓએ ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન કૃષિ, બાગાયત, ટેક્સટાઈલ, કેમિકલ્સ, સ્ટાર્ટઅપ્સ, પરમાણુ ઉર્જા અને મહિલા સશક્તિકરણ જેવા વિવિધ ક્ષેત્રો પર સેમિનાર યોજાયા હતા. જાપાન અને યુક્રેન દ્વારા ખાસ કન્ટ્રી-સ્પેસિફિક સત્રો પણ આયોજિત કરવામાં આવ્યા હતા.
सूरत पहला महानगर है
— C R Paatil (@CRPaatil) May 1, 2026
जिसने आनेवाले 50 वर्षों के लिए
पानी के आयोजन का आयोजन किया है ! pic.twitter.com/AusHyuUuyO
MSME અને ગ્રીન એનર્જી પર ભાર
બીજા દિવસે પ્રાદેશિક MSME કોન્ક્લેવ યોજાઈ હતી, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, સ્કિલ ડેવલપમેન્ટ, એરોસ્પેસ, સંરક્ષણ, ગ્રીન એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન જેવા ભવિષ્યના મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રશિયાના વેપાર પ્રતિનિધિ મંડળ દ્વારા પણ એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સુરત : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ન્યુક્લિયર એનર્જી મિશન, 100 ગીગાવોટ લક્ષ્ય પર ચર્ચા
વિશાળ પ્રદર્શન અને ઉદ્યમી મેળો
આ કોન્ફરન્સની સાથે સાથે 1 મે થી 5 મે દરમિયાન 12,000 ચોરસ મીટર વિસ્તારમાં એક વિશાળ પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે. જેમાં ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાના ઉદ્યોગો, MSME અને સ્ટાર્ટઅપ્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઉદ્યમી મેળો જેવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
