Gujarat Rains: ઉમરપાડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો; આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 10 Sep 2024 11:16 AM (IST)Updated: Mon, 14 Oct 2024 01:08 PM (IST)
gujarat-rains-surat-umarpada-received-10-inches-of-rain-in-4-hours

Gujarat Rains: આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી સુરતના ઉમરપાડામાં પહોંચી ગઈ છે. છેલ્લા 4 કલાકમાં ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

આજે સવારે 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા

આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 57 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કુલ 10 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

naidunia_image
naidunia_image

ગુજરાતમાં સોમવારના રોજ કુલ 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ગણદેવી અને સાગબારામાં 3 ઈંચથી વધુ ખાબક્યો છે.

આજની હવામાન વિભાગની આગાહી

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.