Gujarat Monsoon 2024: ગુજરાતમાં સોમવારના રોજ 80 તાલુકામાં વરસાદ વરસ્યો, ગણદેવી અને સાગબારામાં 3 ઈંચથી વધુ ખાબક્યો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 10 Sep 2024 08:51 AM (IST)Updated: Tue, 10 Sep 2024 08:51 AM (IST)
gujarat-monsoon-2024-rain-in-80-taluks-in-last-24-hrs-more-than-3-inches-in-gandevi-and-sagabara

Gujarat Monsoon 2024: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ધોધમાર વરસાદ બાદ હવે મોટાભાગના તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. સોમવારના રોજ 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગણદેવી અને સાગબારામાં 3 ઈંચથી વધુ ખાબક્યો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

રાજ્યના 20 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે.

naidunia_image

આજની હવામાન વિભાગની આગાહી

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.