Gujarat Monsoon 2024: ગુજરાતમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ તૈયાર છે. હાલ રાજ્યમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તૈયારી પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે છેલ્લા 2-3 દિવસથી મેઘરાજાની સવારી ફરી એકવાર રાજ્યમાં આવી પહોંચી ચૂકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં મેઘમહેર થઈ છે. ઉમરપાડામાં સાડા 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
આ પણ વાંચો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં સાડા 6 ઈંચથી વધુ, લીલીયા, સુરત શહેર, વડોદરા અને નવસારીમાં 3 ઈંચથી વધુ, જેતપુર પાવી, છોટા ઉદેપુર, કડી, ક્વાંટ, પ્રાંતિજ, તિલકવાડા, બોડેલી, વાલિયા, ગણદેવી, માંડવી, વાગરા એને સિહોરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો - Gujarat Weather Today: આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગરમાં અતિભારે, અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા
આજની હવામાન વિભાગની આગાહી
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, અમરેલી, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
