Gujarat Weather Today: આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગરમાં અતિભારે, અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા

આજે 25 સપ્ટેમ્બરે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 25 Sep 2024 03:53 PM (IST)Updated: Wed, 25 Sep 2024 03:58 PM (IST)
gujarat-weather-today-25-september-2024-imd-warning-heavy-rain-likely-in-valsad-navsari-bhavnagar-ahmedabad-and-vadodara-aaj-nu-havaman

Gujarat Weather, આજનું હવામાન ગુજરાત: આજે ગુજરાતમાં સવારથી અમુક ભાગોમાં હળવો વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આવતીકાલે 26 સપ્ટેમ્બરે વલસાડમાં અતિભારે જ્યારે ભાવનગર, નવસારીમાં ભારેથી અતિભારે અને અમદાવાદ, વડોદરા, અમરેલી સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.

25 સપ્ટેમ્બરની આગાહી(IMD Forecast 25 September)

વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

naidunia_image

26 સપ્ટેમ્બરની આગાહી(IMD Forecast 26 September)

વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, અમરેલી, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

27 સપ્ટેમ્બરની આગાહી(IMD Forecast 27 September)

ભાવનગર અને વલસાડમાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, તાપી, છોટા ઉદેપુર, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

naidunia_image

28 સપ્ટેમ્બરની આગાહી(IMD Forecast 28 September)

ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

naidunia_image

29 સપ્ટેમ્બરની આગાહી(IMD Forecast 29 September)

વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ,પંચમહાલ, દાહોદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.