Gujarat Weather Forecast Live Updates (26 October 2026) | આજનું હવામાન તાપમાન: બંગાળની ખાડીમાં આકાર પામેલી સિસ્ટમ આજે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે અને ત્યારબાદ તીવ્ર વાવાઝોડામાં બદલાઈ શકે છે. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થઇ શકે છે. વાત ગુજરાતના હવામાનની કરીએ તો આજે ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી ત્રણ દિવસ પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
બંગાળની ખાડીમાં સિસ્ટમ કાલે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે
હવામાન વિભાગ અનુસાર, પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર 26 ઓક્ટોબરે સવાર સુધીમાં સાઇક્લોનિક સ્ટ્રોમ(ચક્રવાતી તોફાન)માં ફેરવાઇને વધુ મજબૂત બનશે. પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર 27 ઓક્ટોબરે સેવિયર સાઇક્લોનિક સ્ટ્રોમ એટલે કે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે. એ જ દિવસે તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને વધુ શક્તિશાળી બની વેરી સેવિયર સાયક્લોનિક એટલે કે અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે.
આગળ વધીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં પહોંચી શકે છે. ત્યાર બાદ તે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશ અને યાનમ (Yanam)ના દરિયાકાંઠાને પાર કરે તેવી પ્રબળ શક્યતા છે. હાલના પુર્વાનુમાન અનુસાર અતિ તિવ્ર ચક્રવાતી તોફાનની અસર 28 ઓક્ટોબરની સાંજ સુધી રહેશે. 28 ઓક્ટોબરે સિસ્ટમ નબળી પડીને સાઇક્લોનિક સ્ટ્રોમ અને 29 ઓક્ટોબરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે.
140 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ શકે
જ્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે તેની ઝડપ 40થી 65 કિ.મી. પ્રતિ કલાક અને ડીપ ડિપ્રેશન દરમિયાન ઝડપ 75 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાઇક્લોનિક સ્ટ્રોમ દરમિયાન 100 કિ.મી. અને સેવિયર સાઇક્લોનિક સ્ટ્રોમ દરમિયાન 110 કિ.મી. થઇ શકે છે. વેરી સેવિયર સાઇક્લોનિક સ્ટ્રોમ દરમિયાન તેની ઝડપ 140 કિ.મી. કે તેથી વધુ નોંધાઇ શકે છે. આ સિસ્ટમની અસર કયા કયા રાજ્યોમાં થઇ શકે છે તો આ સિસ્ટમ જેમ જેમ મજબૂત બનીને આગળ વધશે તેમ તેમ આંદમાન આઇલેન્ડ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સિક્કિમ, વિદર્ભ, ઇસ્ટ મધ્ય પ્રદેશ અને ઇસ્ટ ઉત્તર પ્રદેશમાં 25થી 30 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે અને ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદમાં સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખુ રહેશે. જ્યારે શહેરમાં મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરામાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે.
