Gujarat Monsoon 2024: ગુજરાતમાં મંગળવારના રોજ મેઘરાજાની સવારી 114 તાલુકામાં પહોંચી છે. એમાં પણ સૌથી વધુ અસર સુરત અને ભરૂચ જિલ્લામાં જોવા મળી છે. ઉમરપાડામાં 12 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જ્યારે ભરૂચના વાલિયામાં પણ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં તાલુકમાં કેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
આ પણ વાંચો
આજની હવામાન વિભાગની આગાહી
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
