Gujarat Police Recruitment 2024, ગુજરાત પોલીસ ભરતી: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. ગઈકાલે 9 સપ્ટેમ્બર, 2024ના રોજ આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતીમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ આવી છે.
આ દિવસે યોજાશે શારીરિક કસોટીનું આયોજન ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનું આયોજન આગામી નવેમ્બર 2024માં કરવામાં આવશે. PSIની કસોટી પૂર્ણ થયા પછી લોકરક્ષકની શારીરિક કસોટીનું આયોજન કરાશે. ગુજરાત પોલીસ ભરતીમાં PSI અને લોકરક્ષક બંને માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. PSI માટે બે પેપરની લેખિત કસોટી યોજાશે. જે ડિસેમ્બર માસના અંતમાં અથવા જાન્યુઆરી માસની શરૂઆતમાં લેવામાં આવશે. લેખિત કસોટી PSI માટે બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ કસોટી PSIની શારીરિક કસોટી બાદ તરત જ લેવામાં આવશે.
Gujarat Police Bharti 2024: Overview સંસ્થા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોસ્ટના નામો સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જેલ સિપાહી કુલ ખાલી જગ્યાઓ 12,472 જોબ કેટેગરી સરકારી નોકરી અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી તારીખો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર, 2024 સુધી શારીરિક કસોટી નવેમ્બર 2024 પસંદગી પ્રક્રિયા PET, PMT, લેખિત કસોટી, તબીબી પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી કાર્ય સ્થાન ગુજરાત ઓફિશિયલ પોર્ટલ police.gujarat.gov.in or ojas.gujarat.gov.in
Gujarat Police Bharti 2024: મહત્વપૂર્ણ તારીખો ઈવેન્ટ તારીખ નોટિફિકેશન રિલીઝ 14 માર્ચ, 2024 ઓનલાઈન અરજીની શરૂઆત 4 એપ્રિલ, 2024 અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2024 અરજી ફરીથી ખુલવી 26 ઓગસ્ટ, 2024 પુનઃ અરજીઓ માટેની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર, 2024 શારીરિક કસોટી નવેમ્બર 2024 પરીક્ષા તારીખ ડિસેમ્બર 2024/જાન્યુઆરી 2025
Gujarat Police Bharti 2024: ખાલી જગ્યાની વિગતો રેન્ક પુરુષ/સ્ત્રી નંબર અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ 316 અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્ત્રી 156 અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 4,422 અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ સ્ત્રી 2,178 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2,212 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ સ્ત્રી 1,090 આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF) પુરુષ 1,000 જેલ સિપાહી પુરુષ 1,013 જેલ સિપાહી સ્ત્રી 85 કુલ 12,472
Gujarat Police Bharti 2024: શૈક્ષણિક લાયકાત ઉમેદવારને કોમ્પ્યુટરનું સારું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં પર સારી પકડ હોવી જોઈએ. અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર – માન્ય સંસ્થામાંથી કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF) – ધોરણ 12 (ઉચ્ચ માધ્યમિક) અથવા તેની સમકક્ષ લાયકાત પૂર્ણ
Gujarat Police Bharti 2024: ઉંમર પાત્રતા માપદંડ
પોસ્ટનું નામ ન્યૂનતમ ઉંમર મહત્તમ ઉંમર (સામાન્ય/ઓબીસી) મહત્તમ ઉંમર (મહિલા) મહત્તમ ઉંમર (SC/ST/SEBC/EWS) અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર 21 વર્ષ 35 વર્ષ 40 વર્ષ (સામાન્ય કેટેગરી મહિલા) 45 વર્ષ (અનામત વર્ગ મહિલા) અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF) 18 વર્ષ 33 વર્ષ 38 વર્ષ (સામાન્ય કેટેગરી મહિલા) 43 વર્ષ (અનામત વર્ગ મહિલા)