Jalaram Jayanti: 'જય જલારામ' ના નાદથી ગુંજી ઉઠ્યું સુરત: બાપાની 226 મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

આ અવસરે શહેરમાં અલગ-અલગ વિસ્તારો માંથી રંગબેરંગી ફૂલોથી શણગારેલા રથ અને ટેબ્લોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 29 Oct 2025 03:22 PM (IST)Updated: Wed, 29 Oct 2025 03:22 PM (IST)
grand-celebration-of-jalaram-bapas-226th-birth-anniversary-in-surat

226th Jalaram Jayanti In Surat: સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે 226 મી જન્મ જયંતી છે, સુરત શહેરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરમાં મહા પ્રસાદી, ભજન, લોક ડાયરો, શોભાયાત્રા, શાંતિ યજ્ઞ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું. વહેલી સવારથી જ બાપાના દર્શનાથે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય જલારામના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે.

જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે 226 મી જન્મ જયંતિ છે, સુરત શહેરમાં જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી પાવનકારી જન્મ જયંતી નિમિત્તે સુરત શહેર આજે ભક્તિમય માહોલમાં તરબોળ થયું હતું. કારતક સુદ સાતમના આ શુભ દિવસે, શહેરના ખૂણે ખૂણે આવેલા જલારામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યાં 'જય જલારામ'ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ભંડારાનું પણ આયોજન

આ અવસરે શહેરમાં અલગ-અલગ વિસ્તારો માંથી રંગબેરંગી ફૂલોથી શણગારેલા રથ અને ટેબ્લોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ ઉપરાંત મંદિરમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ભક્તો દ્વારા ભજન-કીર્તન અને લોક ડાયરાનું આયોજન પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો.  આ ઉપરાંત મંદિરમાં  ભજન, લોક ડાયરો, શોભાયાત્રા, શાંતિ યજ્ઞ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું.