Surat News: કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે સુરતની મુલાકાતે આવ્યા હતા, તેમણે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પર થઇ રહેલા આંદોલન પર નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહેએ યાર્નના વધેલા ભાવ મુદ્દે જણાવ્યું કે ખાડી યુદ્ધના કારણે પૂરી દુનિયામાં અસર પડી છે, ભાવ વધવા મુદ્દે કોઈ કારણ રહ્યું હશે તે કારણની હું તપાસ કરીશ.
ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળવા, રજા માંગવા પર નોકરીમાંથી કાઢી મુકવા અને 12-12 કલાકની ડ્યુટી અંગેના પ્રશ્ન પર ગિરિરાજ સિંહે કહ્યું કે, અમે કોમ્યુનિસ્ટોની જેમ મિલ અને મજૂરોના સંબંધોના વિરોધી નથી. મિલ માલિક અને મજૂર બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. મિલ મજૂરને પોતાનો પરિવાર માને અને મજૂર પોતાના મિલ માલિકને પરિવાર માને, આ જ સંબંધ સૌથી સારો ચાલશે. અને હું આગળ વાત કરીશ ત્યારે હું આ બધા પ્રશ્નોનો જવાબ આપી શકીશ.
આ પણ વાંચો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પલાયન શબ્દ ખતરનાક શબ્દ છે, આ નેરેટીવ શબ્દ છે, કેટલાક લોકો નેરેટીવ બનાવવા લાગેલા છે, દેશમાં બેરોજગારીની સંખ્યા પોલીટીકલ પાર્ટીમાં વધી છે, કોંગ્રેસ સહીત બધા બેરોજગાર થયા છે, તેઓ રોજગાર માટે નેરેટીવ બનાવી રહ્યા છે, કેટલાય રાજ્યોમાં રોજગારના અવસરો વધ્યા છે, જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે, એમાંથી કેટલાક રાજ્યો જેવા કે બિહાર , ઉત્તર પ્રદેશમાં મોદીજીની જ સરકાર છે, ત્યાં માહોલ બન્યો છે. તો કોઈ મજૂરને જો લાગતું હશે કે અમને ગામમાં વધુ સારું કામ મળે છે, પણ આને પલાયન ન કહી શકાય.'
તેમણે જ્ઞાનેશ કુમાર રાજીનામાં માટે થઇ રહેલા આંદોલન પર કહ્યું કે હું નથી જાણતો કે કોણ કોકરોચ છે અને કોણ ગીરગીટ છે, હું એટલું જાણું છું કે દેશ આગળ વધી રહ્યો છે અને મારા મારા કહેવાથી જ નહી દુનિયા માની રહી છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10મી પોઝીશનમાંથી ચોથા અને છઠ્ઠા પર આવ્યો છે. એકસપોર્ટ વધ્યો છે જ્યાં 19 લાખ હતો ત્યાં આજે 80 લાખ ઉપર થઈ ગયો છે, આવી સ્થિતિમાં આગળ વધી રહેલા દેશમાં રાહુલ ગાંધી જેવા લોકો દેશમાં અરાજકતા અને બાંગ્લાદેશ અને નેપાળ જેવો માહોલ બનાવવા માંગે છે,
તેમણે કહ્યું કે ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું શા માટે આપે? મીઠું-મીઠું ગપ-ગપ, કડવું-કડવું થૂ-થૂ! જો કંઈપણ અયોગ્ય કે અવાજબી લાગતું હોય, તો પહેલાં રાહુલ ગાંધી પોતે લોકસભામાંથી રાજીનામું આપે. કર્ણાટકની સરકારનું, તેલંગાણાની સરકારનું રાજીનામું અપાવે.
