આજે અનંત ચતુર્દશી, ગણેશોત્સવનું થશે સમાપન: જાણો સુરતના ગણેશ વિસર્જન સ્થળો અને શુભ ચોઘડિયા

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના 20 જેટલા સ્થળોએ ગણેશજી વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 08:45 AM (IST)Updated: Fri, 25 Sep 2026 08:45 AM (IST)
ganesh-festival-2026-surat-visarjan-places-anant-chaturdashi-choghadiya-muhurat
Surat Ganesh Visarjan Places

Ganesh Festival 2026: ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું 25 સપ્ટેમ્બર, 2026 ને શુક્રવારે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે. આજે રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. અનિચ્છનીય બનાવ ન બને અને સુવ્યવસ્થિત રીતે ગણેશ વિસર્જન કરી શકાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.

સુરતમાં મૂર્તિ વિસર્જન માટે નક્કી કરેલા સ્થળો

સુરત શહેરમાં નાગરિકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરતમાં વિવિધ ઝોન મુજબ મૂર્તિ વિસર્જન માટે નીચે મુજબના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે:

અઠવા ઝોન

  • ડુમસ ગામ- કાંડી ફળીયા 1 અને 2
  • નંદિની-3 ની સામે, VIP રોડ, વેસુ
  • વાસ્તુગ્રામ નજીક, VIP રોડ, વેસુ

સેન્ટ્રલ ઝોન

  • ગાંધી બાગની પાછળ, ડક્કા ઓવારા, ચોક

વરાછા ઝોન-એ

  • ક્રિસ્ટલ પ્લાઝાની બાજુમાં, સિલ્વર ચોક પાસે (પૂણા)

વરાછા ઝોન-બી

  • ગૌરવ સેનાની ભવન, સરથાણા ફાયર સ્ટેશનની પાછળ, સરથાણા
  • રામચોક પાસે, મોટા વરાછા

લિંબાયત ઝોન

  • નવાગામ ડિંડોલી CNG પંપથી નંદનવન રો-હાઉસ તરફ જતા રોડ પર
  • વિજ્ઞાન હેતુ રેસિડેન્સીના હેતુ માટે અનામત, રાજ ટેક્સટાઈલ્સની બાજુમાં, મગોબ
  • આહિર ચોક પાસે, દેવકૃપા રો-હાઉસની બાજુમાં, ગોડાદરા

ઉધના ઝોન-એ

  • ખરવરનગર જંકશન પાસે (મજુરા-પાંડેસરા)
  • સંગમનગર સોસાયટીની પાછળ, ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે

ઉધના ઝોન-બી

  • સુરત-નવસારી રોડને લાગુ સચિન સુધા સેક્ટર-3 ખાતે આવેલ સી.ઓ.પી.

રાંદેર ઝોન

  • પાલ RTO પાસે
  • અડાજણ ગામ ડેપો વિસ્તારમાં આવેલ રામજી ઓવારા, સ્ટાર બજારની સામે, અડાજણ
  • પરિશ્રમ પાર્ક પાસે (જહાંગીરપુરા)
  • પાલનપુર કેનાલ રોડ, નક્ષત્ર વ્યૂની સામે (પાલનપોર)
  • લંકા વિજય ઓવારા પાસે (કતારગામ)

કતારગામ ઝોન

  • ડી-માર્ટ પાસે (સિંગણપોર)
  • કોસાડ H-5 આવાસ પાતે, કોમ્યુનિટી હોલની સામે
  • વણઝારાવાસ પાસે, ડભોલી

ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત (ચોઘડિયા મુજબ)

ગણેશજીની મૂર્તિનું વિસર્જન ચોઘડિયા મુજબ નીચે દર્શાવેલ શુભ મુહૂર્તમાં કરી શકાશે:

  • ચલ: સવારે 6:28 વાગ્યાથી 7:59 વાગ્યા સુધી
  • શુભ: બપોરે 1:34 વાગ્યાથી 2:05 વાગ્યા સુધી
  • ચલ: સાંજે 5:08 વાગ્યાથી 6:39 વાગ્યા સુધી
  • લાભ: સાંજે 7:59 વાગ્યાથી 9:31 વાગ્યા સુધી
  • અમૃત: રાત્રે 9:31 વાગ્યાથી 11:02 વાગ્યા સુધી

ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન શું ધ્યાન રાખવું?

ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન નીચે મુજબની બાબતોનું વિશેષ ધ્યાન રાખવું:

ગણપતિ બાપ્પાને 21 દુર્વા અર્પણ કરો.

ગણેશોત્સવ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો.

6 ખાસ મંત્રોનો 108 વાર જાપ કરો: ૐ મોદાય નમઃ, ૐ પ્રમોદાય નમઃ, ૐ સુમુખાય નમઃ, ૐ દુર્મુખાય નમઃ, ૐ અવિત્યનાય નમઃ અને ૐ વિઘ્નાકરો નમઃ

મહામંત્રનો જાપ: 'વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા'