Fuel Shortage Rumors: સુરતમાં પેટ્રોલની અછતની અફવાથી દોડધામ,પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી, કલેક્ટરની સ્પષ્ટતા-પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

મેઈન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઇનો લગાવે છે એવું કશું કરવ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Mar 2026 07:31 PM (IST)Updated: Mon, 23 Mar 2026 08:48 PM (IST)
fuel-shortage-rumors-spark-massive-queues-at-surat-petrol-pumps-surat-collector-clarifies-no-fuel-shortage

Fuel Shortage Rumors:પેટ્રોલની અછતની અફવાના કારણે સુરત શહેરમાં પણ પેટ્રોલપંપ પર લોકોની લાઈનો લાગી છે. બીજી તરફ અધિક નિવાસી કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈપણ પ્રકારની અછત નથી, તેમણે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવવા અપીલ કરી છે.

અધિક નિવાસી કલેકટર વિજયભાઈ રબારીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા ડે.સી.એમ.એ જે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને જિલ્લામાં આવી કોઈ અછત ઉભી થઇ નથી, મેઈન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઇનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી.

naidunia_image

શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો એ અલગ રીતે મેળવી શકે છે એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈપણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈપણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં.

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી.